GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

વિરાટ સાથે તુલના કરાતા ભડક્યો આ પાકિસ્તાની ક્રિકેટર, જાણો શું કહ્યું

ક્રિકેટ જગતમાં કોઈ બેટ્સમેન જો શાનદાર પ્રદર્શન કરે છે તો તે ક્રિકેટરની તુલના ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન અને દુનિયાનાં નંબર વન બેટ્સમેન વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. જો કે ધુંઆધાર બેટ્સમેનની યાદીમાં એક નામ પાકિસ્તાનનાં ક્રિકેટર બાબર આઝમનું પણ છે. બાબર આઝમની તુલના વિરાટ કોહલી સાથે કરવામાં આવી છે. જો કે વારંવાર કોહલી સાથે પોતાનું નામ જોડાતા આઝમ ગુસ્સે થયો.

છેલ્લા બે વર્ષમાં બાબર આઝમે પોતાની શાનદાર બેટીંગથી અનેક મેચમાં પાકિસ્તાનને જીત અપાવી છે.બાબરે મીડિયા સાથે વાત કરતા જણાંવ્યું કે લોકો મારી તુલનાં વિરાટ કોહલી સાથે કરે છે. પરંતુ વિરાટ બહુ મોટા ક્રિકેટર છે. મને નથી લાગતું કે હું કોઈ પણ રીતે તેમની નજીક હોય. વિરાટ કોહલી પોતાની કારકિર્દીનાં સર્વશ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે. વિરાટ ટેસ્ટ અને વન-ડેમાં નંબર વન સ્થાન પર છે. બાબર અત્યારે T-20 રેન્કિંગમાં નંબર એક પર છે. વન-ડે રેન્કિગમાં બાબરનું સ્થાન પાંચમું છે.

બાબરે કહ્યું છે કે, મેં હમણાં જ મારૂ કરિયર શરૂ કર્યુ છે.જ્યારે વિરાટ કોહલીએ કરિયરમાં સારૂ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. મારે હજુ ઘણું કરવાની જરૂર છે. જો હું વિરાટ કોહલીની જેમ શ્રેષ્ઠ પ્રદર્શન આપવામાં સફળ રહું તો મારી તુલના તેમની સાથે કરવી જોઈએ. અત્યારે તેમની સાથે તુલના કરવી અયોગ્ય છે. બાબર આઝમ T-20 કરિયરની 29 મેચમાંથી 53.72 ટકાવારી સાથે 1,182 રન નોંધાવ્યા છે. વન-ડેમાં બાબર આઝમે 59 મેચમાં 51.29 ટકા સાથે 2,462 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં બાબરનું પ્રદર્શન ખાસ નથી. બાબર આઝમે ટેસ્ટ કેરિયરની 21 મેચમાં 35.28 ટકા સાથે 1,235 રન બનાવ્યા છે.

READ ALSO

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

SBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!