GSTV

આ સમયે જો ભૂલથી પણ ખાઈ લીધી કાકડી તો થઈ શકે છે મોટી મુશ્કેલી, આ લોકોમાં સાઈડ ઈફેક્ટ છે ભય

Last Updated on July 21, 2021 by Harshad Patel

શરીરની તંદુરસ્તીની વાત જ્યારે આવે ત્યારે એમાં શાકભાજીઓની વાત સૌથી પહેલા આવે છે.એના સેવનથી ફક્ત તમે જ તંદુરસ્ત જ રહો છો એટલું જ નહીં. કેટલીક બીમારીઓથી ઝડપથી સાજા પણ થઈ જાઓ છો. એવું જ કંઈક કહેવાય છે ખીરા કાકડીની બાબતમાં. જો સલાડની વાત કરવામાં આવે તો ખીરા વીના અધુરું છે. ખીરામાં રહેલા વીટામીન કે અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો તમારા સ્વાસ્થ્ય પર ખૂબજ મોટી અસર વર્તાવે છે.

ચટણી, રાયતું તેમજ સલાડ સાથે સૂપમાં પણ કરી શકો

કેટલાક એવા શાકભાજી છે જેનો ઉપયોગ ચટણી, રાયતું તેમજ સલાડ સાથે સૂપમાં પણ કરી શકો છો. એટલું જ નહીં તે સ્કિન અને વાળ માટે પણ ખૂબજ ફાયદાકારક છે. પરંતુ ખીરાનો લાખ તેની માત્રા અને સમય પર નિર્ભર કરે છે. જો તમે તેનું વધારે સેવન કરો કે ખોટા સમય પર ખીરાનું સેવન કરો તો તે તમને ઘણું નુકસાન પણ પહોંચાડે છે. શું નુકસાન થઈ શકે ચાલો એક નજર કરીએ.

કોઈ પણ વસ્તુની અતિ ખરાબી હોય

વડીલો કહી રહ્યા છે કે કોઈ પણ વસ્તુની અતિ ખરાબી હોય છે. ભલેને ખીરા અનેક ગુણોનો ખજાનો હોય. પરંતુ જો તમે ખીરાનું સેવન પણ વધુ માત્રામાં કરી રહ્યા છે. તો પેટ ફૂલવા જેવી સમસ્યાઓને જન્મ આપી શકે છે. એટલા માટે કારણ કે ખીરામાં 95 ટકા પાણી હોય છે. એટલું જ નહીં ખીરાના બીજમાં કુકુરબીટીન નામનું તત્ત્વ મળે છે. આ તત્ત્વના કારણે જ તમને વધારે પેશાબ આવવા લાગે છે. જેના કારણે શરીરમાંથી લિક્વિડ વધુ પ્રમાણમાં નીકળે છે. એવું થવા પર શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ સંતુલન બગડવા લાગે છે. આ સિવયા જો ખીરા કાકડીનું નિશ્ચિત માત્રામાં સેવન કરવામાં આવે તો આ તમને હાઈડ્રેટેડ રાખવા માટેનું કાર્ય કરે છે. પરંતુ વધુ માત્રામાં સેવન તમને ડીહાઈડ્રેટ પણ કરી શકે છે.

રાત્રિના સમયે ખીરાનું વધુ પડતું સેવન શરીર માટે નુકસાન કારક

ખીરાનું વધુ માત્રામાં સેવન લોકો સલાડ તરીકે જ કરે છે. જેના કારમે લોકો ખીરાનું સેવન ક્યારેક કરતા હોય છે. પરંતુ ખીરાનું સેવન રાત્રિના સમયે ના કરવું જોઈએ. કારણ કે ખીરા પચવામાં ખૂબજ લાંબો સમય લે છે. આ સ્થિતિમાં તમે રાતના સમયે ખીરા કાકડી ખાઓ છો તો તે તમારી પાચન ક્રિયા અને ઉંઘને પ્રભાવિત કરે છે. આ કારણને લઈને મોટેભાગે રાત્રિ ભોજન જલદી કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ખીરાનું સેવન કરવા ઈચ્છતા હોવ તો સાંજે 7 વાગ્યા પહેલા અથવા સૂવાના 3થી 4 કલાક પહેલા કરો. એનાથી ખીરાને પચવામાં સમય પણ મળી જાય અને આ તમને નુકસાન પણ ના પહોંચાડે.

ડાઈટનું પાલન કરતાં બપોરના ભોજન સાથે લઈ શકો

જો તમારું પેટ ખૂબ સેન્સેટિવ છે અને બહુ જલદી એની સ્થિતિ બગડી જાય છે તો તમારે ખીરાના સેવનથી દૂર રહેવું જોઈએ. પર જો તમે ખીરા કાકડી ખાવાનો શોક છે તો કોઈ ડાઈટનું પાલન કરતાં બપોરના ભોજન સાથે લઈ શકો છો. આ સિવાય ખીરાનું સેવન ના કરો. નહીં તો તેનાથી એસિડીટી થઈ શકે છે.

એવું બિલકુલ નથી કે સંપૂર્ણ રીતે ખીરાનું સેવન કરવાનું બંધ કરી દેવું. પરંતુ એટલું ધ્યાન રાખવું કે તે કેટલી માત્રામાં ખાવું અને ક્યા સમયે ખાવું. રાતના સમયે ખીરા કાકડી ખાવાનું બંધ કરવું. જો દિવસે ખાઓ છો તો ખીરાના કારણે હાડકાં મજબૂત પણ બને છે. અને તમે ડિહાઈડ્રેટ પણ રહેશો. એટલું જ નહીં ખીરા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!