GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

IPL 2019: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર 70 રન પર ઑલઆઉટ, ભજ્જી-તાહિરની 3-3 વિકેટ

આઈપીએલ-12ની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂની વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નઈમાં રમાઈ રહી છે. ચેન્નઈએ ટૉસ જીતીને બેંગલુરૂને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. બેંગલુરૂની પ્રારંભિક શરૂઆત ખૂબ જ નબળી રહીં અને ટીમ 17.1 ઓવરમાં 70 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ. આરસીબીની તરફથી સૌથી વધુ રન પાર્થિવ પટેલે 35 બોલમાં બે ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા છે.

રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઈનિંગ

આરસીબીને પ્રથમ ઝાટકો ટીમના કેપ્ટન વિરાટ કોહલી તરીકે મળ્યો. હરભજન સિંહની બોલિંગમાં 3.3 ઓવરમાં કોહલીએ (12 બોલમાં 6 રન) કરતા જાડેજાએ કેચ કરતા કોહલી આઉટ થયો. નવા બેટ્સમેન મોઈન અલીને પણ હરભજન સિંહે 9 રનના સ્કોરે આઉટ કર્યો. પોતાની ત્રીજી અને ટીમની આઠમી ઓવરમાં હરભજને બેંગ્લોરની કમર તોડી નાખી હતી. પહેલા જ બોલમાં ઈમરાન તાહિરે એબી ડિવિલિયર્સનો કેચ છોડી દીધો. એબીએ આઉટ થતા પહેલા 10 બોલમાં 9 રન કરીને ધીમી ઈનિંગ રમી હતી. હવે ટીમને સંભાળવાની જવાબદારી પોતાની પ્રથમ આઈપીએલ રમી રહેલા શિમરોન હેટમેયર પર હતી, પરંતુ બીજા બોલમાં તેઓ રનઆઉટ થયાં. ત્યારબાદ ટીમની 10મી અને પોતાની પ્રથમ ઓવર ફેંકી રહેલા લેગ સ્પિનર ઈમરાન તાહિરે યુવા શિવમ દુબે (2)ને પેવેલિયન પરત મોકલ્યો. તો રવિન્દ્ર જાડેજાએ ગ્રેન્ડ હોમને 4 રને આઉટ કર્યો.

ચેન્નઈ તરફથી સૌથી વધુ વિકેટ હરભજન (3) અને તાહિરે (3) વિકેટ લીધી. આ બંને બોલરો સિવાય 2 વિકેટ જાડેજા અને 1 વિકેટ ડ્વેન બ્રાવોએ લીધી.

ચેન્નઈનું ફોર્મ ભારે

ચેન્નઈ અને આરસીબીની વચ્ચે કુલ 23 મેચ રમાઈ છે, પરંતુ મોટાભાગે ચેન્નઈને સફળતા જ મળી છે. જેમાં 15 મેચ સીએસકે અને 7 મેચ આરસીબીએ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી છે.

Related posts

મલેશિયાના પૂર્વ વડાપ્રધાનને પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યો, સત્તા તો ગઈ પરંતુ હવે પાર્ટીએ પણ આપ્યો ઝટકો

Nilesh Jethva

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 72 હજારને પાર, મોતનો આંક પાંચ હજાર નજીક પહોંચ્યો

Nilesh Jethva

ખેડૂતો માટે રાહતના સમાચાર : ટુંકી મુદતના પાક ધિરાણ ભરવાની સમય મર્યાદા આટલા મહિના વધારવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!