GSTV
Home » News » ધારદાર બોલિંગ આગળ ચેન્નઈ ધરાશય ,જીત સાથે IPL ફાઈનલમાં પહોંચી મુંબઈ

ધારદાર બોલિંગ આગળ ચેન્નઈ ધરાશય ,જીત સાથે IPL ફાઈનલમાં પહોંચી મુંબઈ

મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ત્યારે ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 131 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી આ મેચ જીતી હતી. ત્યારે આ મેચની જીત બદલ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આઇપીએલ-12ની ફાઇનલમાં પ્રવેશ કરનારી ટીમ બની છે. ત્યારે બીજી તરફ આ મેચમાં પરાજય પામનાર ચેન્નાઈ હારી નથી ત્યારે હવે ચેન્નાઈ સુપરકિંગ્સે ક્વોલિફાયર-2ના મુકાબલામાં રમવું પડશે. જેમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે જે ટીમ મેચ જીતશે તેની સામે ચેન્નાઈનો મુકાબલો થશે. જ્યારે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સે સતત ચોથી વખત ચેન્નાઈને હરાવ્યું છે.

બંને ટીમો – ચેન્નાઈ સુપરકિંગ્સ – શેન વોટ્સન, મુરલી વિજય, પ્લેસિસ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, હરભજન સિંહ, દીપક ચહર, ઇમરાન તાહિર.

મુંબઈ ઇન્ડિયન્સ – રોહિત શર્મા, ડી કોક, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, જયંત યાદવ, રાહુલ ચહર, બુમરાહ, મલિંગા.

ત્યારે મેચમાં રોહિત શર્મા પ્રથમ ઓવરના બીજા જ બોલે દીપક ચહરે તેને આઉટ કર્યો હતો. ત્યારે વિસ્ફોટક બેટ્સમેન ડી કોક ફક્ત 8 રન બનાવી આઉટ થયા હતા. તેમની વિકેટ હરભજને લીધી હતી. જ્યારે મુંબઈએ ફક્ત 21 રને બીજી વિકેટ ગુમાવી હતી. ત્યાર પછી સૂર્યકુમારે ધમાકેદાર ઈનિંગ રમી હતી. જ્યારે તેણે 37 બોલમાં 8 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી.

સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશને ત્રીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. ત્યારે આ જોડીને તાહિરે તોડી હતી. ત્યારે ઇશાનની વિકેટ તાહીરને મળી હતી. ઈશાન 28 રને આઉટ થયા હતા. જ્યારે સૂર્યકુમારે 54 બોલમાં 10 ચોગ્ગાની મદદથી અણનમ 71 રન બનાવ્યા હતા. અને તેમની આ ઈનિંગને કારણે ટીમની જીત થઈ હતી. જ્યારે ધોની અને રાયડુની 66 રનની ભાગીદારીએ સ્કોર 131 રન સુધી પહોંચ્યો હતો. ત્યારે બન્ને ખેલાડીઓ અણનમ રહ્યા અને અંબાતી રાયડુએ 37 બોલમાં 42 અને ધોની 29 બોલમાં 37 રન બનાવ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ નો નિર્ણય કર્યો .

READ ALSO

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!