GSTV
Gujarat Government Advertisement

IPLમાં કોરોના વિસ્ફોટ / KKRના ખેલાડીઓ પછી હવે ચેન્નઈના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ, વિદેશી ખેલાડીઓમાં ફફડાટ

csk

Last Updated on May 3, 2021 by Bansari

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પછી ચેન્નઈ સુપર કિંગ્સના ત્રણ સભ્ય કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે

એક અહેવાલ મુજબ સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથન, બોલિંગ કોચ એલ બાલાજી અને બસ ક્લિનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે ટીમના બાકીના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સીએસકેના સભ્યોનો કોરોના ટેસ્ટ રવિવાર કરવામાં આવ્યો હતો. ટીમ દિલ્હીમાં છે અને બુધવારે તે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ રમશે. આ વચ્ચે ટીમે પ્રેક્ટિસ સેશન પણ રદ કર્યો છે.

ફિરોઝશાહ મેદાનના 5 ગ્રાઉન્ડ સ્ટાફ કોરોના સંક્રમિત

દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનના ગ્રાઉન્ટ સ્ટાફ કોરોનાની ઝપટમાં આવ્યા છે. ગ્રાઉન્ટ સ્ટાફના 5 સભ્યો કોરોના સંક્રમિત થતાં ખેલાડીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસકરીને વિદેશી ખેલાડીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તેઓ રાજસ્થાન- હૈદરાબાદ મેચમાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે સામેલ હતા.

કોરોના કહેરની અસર હવે આઈપીએલ ઉપર જોવા મળી રી છે. સોમવારે થનારી કોલકત્તા નાઈટ રાઈડર્સ અને બેંગલુરુની મેચને રદ કરી દેવામાં આવી છે. જાણકારી મુજબ કોલકત્તાના બે ખેલાડી કોરોના પોઝીટીવ આવ્યા છે. જે પછીથી આ નિર્યણ લેવાયો છે. હાલમાં ચોક્કસ સ્ટેડિયમમાં લોકોની નો એન્ટ્રી વચ્ચે આઈપીએલની મેચ રમાઈ રહી છે. ખેલાડીઓને બાયોબલ રહેવા છતાં કોરોના સંક્રમિત થયા છે. હાલ ક્યા ખેલાડી સંક્રમિત થાય છે તે બહાર આવ્યું નથી.

This image has an empty alt attribute; its file name is ipl-1024x683.jpg

બાયોબબલ વચ્ચે 29 મેચ સફળતાપૂર્વક આયોજન બાદ કોરોના સંક્રમિત થયા

આઈપીએલની 14મી સિઝનની 30મી મેચ સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે થવાનો હતો. હાલમાં બાયોબબલ વચ્ચે 29 મેચ સફળતાપૂર્વક આયોજન બાદ કોરોના સંક્રમિત થયા છે. ચેન્નઈ અને મુંબઈની તમામ મેચ પૂરી થઈ ગઈ છે પરંતુ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં હાલ સિઝનની 30મી મેચ રદ કરી દીધી છે.

ક્રિકેટરોને રસી મુકવાનો રસ્તો પણ સાફ થઈ ગયો

ભારતમાં એક મેથી 18 વર્ષથી વધારે વયના લોકોને કોરોનાની રસી મુકવાનું અભિયાન ચાલુ થશે. જેના પગલે ક્રિકેટરોને રસી મુકવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. હાલમાં ભારતના અને વિશ્વના મોટાભાગના જાણીતા ક્રિકેટરો આઈપીએલમાં રમી રહ્યા છે ત્યારે ભારતના ક્રિકેટ બોર્ડે રસી લેવી કે નહીં તે અંગેનો નિર્ણય ભારતના ક્રિકેટરો પર છોડી દીધો છે. જોકે આઈપીએલમાં રમી રહેલા વિદેશી ક્રિકેટરોને રસી મુકાશે કે કેમ તે અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી.

ક્રિકેટરોને રસી મુકવાનો રસ્તો પણ સાફ

This image has an empty alt attribute; its file name is IPL-4-1024x683.jpg

ભારતના ક્રિકેટરો પર છોડી દીધો

એવી અટકળો થઈ રહી છે કે, વિદેશી ખેલાડીઓને ભારતમાં રસી નહીં મુકી શકાય તો બીજી તરફ એવું પણ કહેવાઈ રહ્યું છે કે, આ ક્રિકટરોને રસી મુકવી કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જોકે એક દાવો એવો છે કે, માત્ર ભારતીય ખેલાડીઓને જ વેક્સીનનો ડોઝ મળી શકે છે.

IPL 2021

વિદેશી ક્રિકેટરોને રસી મુકાશે કે કેમ તે અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી

આ પહેલા કોરોના સંક્રમણના કારણે ભારતના સ્પીનર અશ્વિન તેમજ ઓસ્ટ્રેલિયાના ચાર ક્રિકેટરો આઈપીએલ છોડી ચુક્યા છે. જોકે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, આઈપીએલ ટુર્નામેન્ટ યથાવત રહેશે અને ક્રિકેટરોના છોડવાથી તેના પર કોઈ અસર નહીં પડે. જો દિલ્હીમાં કોરોનાથી સ્થિતિ વધારે ખરાબ થશે તો અમે ઈન્દોર અન હૈદ્રાબાદને બીજા વિકલ્પ તરીકે તૈયાર રાખ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!