GSTV

IPL 2020 : કોરોના પોઝિટિવ રુતુરાજ ગાયકવાડ હજુ પણ ક્વોરેન્ટાઈનમાં, પહેલા મેચમાં રમવાની શક્યતા નહીવત

પાછલા મહિને કોરોના વાયરસથી સંક્રમિત થનારા ચેન્નઈ સુપરકિંગ્સના ક્રિકેટર રુતુરાજ ગાયકવાડ હજુ પણ ક્વોરેન્ટાઈમાં છે અને અબુધામીમાં 19 સપ્ટેમ્બરથી મુંબઈ ઈન્ડિયન્સની સામે ટીમનો પહેલો ઈન્ડિયન પ્રિમિયર લીગનો મેચમાં હાજર રહેવાની સંભાવના નથી. સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું છે કે, રુતુરાજ સ્વસ્થ છે, પરંતુ તેને હજુ સુધી ટીમના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલમાં જોડાવવા માટે બીસીસીઆઈની સ્વિકૃતિ મળી નથી.

સીએસકેના 13 સદસ્યો પાછલા મહિને કોરોના વાયરસથી થયા હતા સંક્રમિત

વિશ્વનાથને કહ્યું છે કે, રુતુરાજે હજુ સુધી બીસીસીઆઈની મેડિકલ ટીમની સ્વિકૃતિ નથી આપી અને અત્યારે તે ક્વોરેન્ટાઈનમાં છે. પહેલા મેચમાં હાજર રહેવાની સંભાવના નથી. અમે આવનારા દિવસોમાં તેના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલમાં પરત ફરવાની આશા રાખીએ છીએ અને સારૂ રહેશે. સીએસકેના 13 સદસ્ય પાછલા મહિના કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા તેમાં બે ખેલાડી રુતુરાજ અને દિપક ચાહરનો પણ સમાવેશ થાય છે.

વિકલ્પ અંગે કોઈ નિર્ણય લીધો નથી

ચાહર અને 11 અન્ય લોકો બિમારીથી બહાર આવી ચુક્યાં છે. ચાહરે બે અનિવાર્ય નેગેટિવ રિપોર્ટ બાદ ટ્રેનીંગ શરૂ કરી હતી. રુતુરાજના પણ રવિવારે અને સોમવારે બે પરિક્ષણ થયા હતા. તે અંગે જાણકારી નથી મળી રહી. રુતુરાજની ટીમમાં સુરેશ રૈનાનો વિકલ્પ હતો. જે અંગત કારણોથી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે અને સ્વદેશ પરત ફર્યો છે. સિનિયર સ્પિનર હરભજનસિંહ પણ અંગત કારણોથી ટૂર્નામેન્ટમાં રમશે નહીં. વિશ્વનાથને કહ્યું કે, ટીમે અત્યારસુધીમાં પોતાના વિકલ્પ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!