GSTV

ક્રિપ્ટોકરન્સીમાં સામાન્ય રિકવરી છતાં શંકા યથાવત, બિટકોઇન નીચેના સ્તરેથી 7 લાખ વધ્યો

Last Updated on November 24, 2021 by Pritesh Mehta

ગઈકાલે રાત્રે થયેલ ઝડપી ઘટાડા બાદ હવે ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રિકવરી શરૂ થઇ છે. બિટકોઇનની કિંમતો હવે નીચેના સ્તરથી લગભગ 7 લાખ રૂપિયા રિકવર થઇ ગઈ છે. પરંતુ, હજુ પણ તે આંતરરાષ્ટ્રીય બજાર કરતા 10% થી ઓછો કારોબાર કરી રહી છે. વજીર એક્સ પર બિટકોઇનના ભાવ 40 લાખની ઉપર ચાલી રહ્યા છે જયારે આ પહેલા તે 33 લાખ 50 હજાર સુધી ગગડી ગયા હતા. અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ હવે રિકવરી જોવા મળી રહી છે. જોકે, નીચેના સ્તર પર તેની ખરીદી થઇ રહી છે પરંતુ હજુ તેના ભવિષ્યને લઈને અનિશ્ચિતતાઓ જણાઈ રહી છે.

ક્રિપ્ટોકરન્સી

ક્રિપ્ટોકરન્સીમાં મોટો કડાકો

જણાવી દઈએ કે આજે એટલે કે બુધવારે ભારતીય એક્સચેન્જ પર ક્રિપ્ટોકરન્સીમાં ભારે ઘટાડો જોવા મળ્યો. બુધવારે સવારે 10.20ની આસપાસ વજીર એક્સ પર બિટકોઇનમાં લગભગ 11%ના ઘટાડા સાથે 40,40,402 રૂપિયા પર, Shiba Inu (SHIB)  લગભગ 17%ના ઘટાડા સાથે 0.002900 રૂપિયા પર, ટીથર (USDT) લગભગ 12%ના ઘટાડા સાથે 70.50 રૂપિયા, ETH (ઇથેરિયમ) લગભગ 9% ઘટીને 3,03,849 રૂપિયા અને ડોજકોઈન લગભગ 11%ના ઘટાડા સાથે 15.83 રૂપિયા પર ચાલી રહ્યા છે.

ક્રિપ્ટોકરન્સી

સરકાર લાવી રહી છે બિલ

તો, આ બધા વચ્ચે તમામ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવા માટે સરકાર આ વખતે સંસદના શિયાળુ સત્રમાં ‘ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021’ લાવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!