ભારતે પોતાની અર્થવ્યવસ્થાનું સંચાલન સારી રીતે કર્યુ છે પણ યુક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાન પછી ક્રૂડની કીંમતોમાં વૃદ્ધિ થવાને કારણે ભારતીય આર્થિક તંત્ર પર તેની નકારાત્મક અસર પડશે તેમ આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટરક્રિસ્ટાલિના જોર્જિવાએ જણાવ્યું છે.
આઇએમએફ પ્રમુખે યુક્રેન પર રશિયાના હુમલા અને તેની વૈશ્વિક અસર વિષય પર સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતીય આૃર્થતંત્ર પર સૌથી વિપરિત અસર ક્રૂડેના વધેલા ભાવની જોવા મળશે.

જો કે તેમણે જણાવ્યું હતું કે ભારત અત્યાર સુધી પોતાના આૃર્થતંત્રનું સંચાલન કરવામાં સફળ રહ્યું છે. ભારત વિશ્વમાં ક્રૂડનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને તેના કારણે જ જ્યારે ક્રૂડના રોકેટ ગતિએ વધી રહ્યાં છે ત્યારે ભારતીય આૃર્થતંત્ર પર તેની વિપરિત અસર થયા વિના રહેશે નહીં.
જો કે તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ભારતે પોતાના આૃર્થતંત્રનું સંચાલન સારી રીતે કર્યુ છે અને કોઇ પણ પડકારનો સામનો કરવા માટે તેની પાસે કેટલાક અંશે નાણાકીય ભંડોળ ઉપલબૃધ છે.

આઇએમએફ પ્રમુખે જણાવ્યું છે કે યુક્રેન પર રશિયાના હુમલાના પરિણામો સમગ્ર વિશ્વે સહન કરવા પડશે. યુરોપમાં જે કંઇ થઇ રહ્યું છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ હતી. આગામી મહિનામાં વૃદ્ધિના અંદાજોમાં ઘટાડો જોવા મળશે.
આ દરમિયાન આઇએમએફના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે આ યુદ્ધને કારણે ભારત સહિત વિશ્વના આૃર્થતંત્રો સામે પડકારો ઉભા થયા છે.
ગોપીનાથે જણાવ્યું છે કે ભારતની ક્રૂડની આયાત પરની નિર્ભરતા ખૂબ જ વધારે છે. હવે જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ વધી રહ્યાં છે ત્યારે તો તેની અસર ભારતના લોકોની ખરીદ ક્ષમતા પર પડશે. ભારતમા ફુગાવાનો દર છ ટકાની આસપાસ છે જે રિઝર્વ બેંકના લક્ષ્યાંક કરતા વધુ છે.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા