GSTV
India News Trending

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો છેલ્લા ભાવ 15 મહિનાના નીચલા સ્તર પર પહોચી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $73 આસપાસ જોવા મળે છે, વધતી જતી મંદીની ચિંતા, ઘટતી માંગ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની આશંકાને કારણે પણ ક્રૂડના ભાવમાં સતત ઘટાડો નોધાંયો છે. આજે આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ સોમવારે $2.32 ઘટીને $71ની નીચે $70.65 પ્રતિ બેરલ પર બંધ થયુ હતુ. ડિસેમ્બર 2021 બાદ સૌથી નીચા સ્તર આવી પહોચ્યુ છે. એ સમયે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 70.56 ડોલર હતું. પરંતુ આ બધા વચ્ચે આશ્ચર્યની વાત એ છે કે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત મળતી નથી

પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટશે….

ગત ફેબ્રુઆરી 2022ના છેલ્લા અઠવાડિયામાં  રશિયાના યુક્રેન પર હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેમા તે સમયે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 139 ડોલરની નજીક પહોંચી ગયું હતું, પરંતુ 2008 પછી ક્રૂડ ઓઈલની સૌથી વધુ કિંમત હતી. આ તેજી આવ્યા પછી સરકારી ઓઈલ કંપનીઓએ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જ કર્યો છે. અને દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રુપિયા 100ને ક્રોસ કરી ગયા હતા. પરંતુ રિટેલ મોંઘવારી દરમાં મોટો ઉછાળો આવ્યા બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લીટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવી પડી હતી. 

હવે જ્યારે કિંમત ઘટીને 70 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે તો ભાવમા ઘટાડો કેમ નહી?

ઉચ્ચ લેવલે પર કાચા તેલની કિંમતોમાં પણ ઘટાડો થયો એ પછી ભારતને રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ તેલ મળવાનું શરૂ થયું. પરંતુ હવે જ્યારે કિંમતો ઘટીને 70 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે, તો પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો નથી. જેથી આ મુદ્દે વિપક્ષ સરકારને ઘેરે તો જ સરકારના પેટનુ પાણી હલે તેમ લાગે છે. તો આ બાજુ ભારત રાષ્ટ્ર સમિતિના કાર્યકારી અધ્યક્ષ કેટી રામારાવે ટ્વીટ કરીને મોંઘા પેટ્રોલ અને ડીઝલના મુદ્દે સરકાર પર નિશાન તાક્યુ છે. બીજી તરફ કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે વીજળી ગ્રાહકોને સ્માર્ટ પ્રીપેડ મીટરનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. 

Related posts

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu
GSTV