GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

કોરોનાનો કહેર : વિશ્વમાં પહેલીવાર ક્રુડ ઓઇલનો ભાવ ગયો માઈનસમાં

દુનિયામાં ક્રુડ ઓઇલનો ભાવ આટલો બેસી જશે એવું કયારેય બન્યું બન્યું ન હતું. વિશ્વમાં સૌથી સારી ગુણવત્તાવાળો કાચો માલ ગણાતા વેસ્ટ ટેકસસ ઇન્ટરમીડિએટની કિંમત 21 એપ્રિલના રોજ માઇનસ 40.32 પ્રતિ ડોલર થતા હાહાકાર મચી ગયો હતો. આનો મતબલ કે તમારે 1 બેરલ ક્રુડ ખરીદવા માટે કોઇ પૈસા આપવા પડશે નહી ઉલટાના વેચવાવાળો તમને 40.32 ડોલર આપશે. હાલમાં તે -4 ડોલર આસપાસ છે. ક્રુડ ઓઇલના વેચાણના ઇતિહાસમાં ભવિષ્યમાં આવું કયારેય બન્યું ન હતું જેમાં વેચનારો સામે ચાલીને પૈસા આપે ?શું આ કોરોના મહામારીના કારણે થયું કે બીજું કશુંક છે તે જાણવું આપે રસપ્રદ છે.

બ્રેંટને જ કાચા તેલનો પર્યાય માનવામાં આવે છે

ક્રુડ તેલ બે પ્રકારનું હોય છે પહેલું બ્રેંટ અને બીજુ ડબ્લ્યુટીઆઇ (વાયદા બજાર) છે, દુનિયામાં લગભગ બે તૃતિયાંશ તેલનો વેપાર બ્રેંટમાં થાય છે જેના ઉત્પાદકોમાં સઉદી અરબ નંબર વન છે., સામાન્ય રીતે તો બ્રેંટને જ કાચા તેલનો પર્યાય માનવામાં આવે છે જયારે અમેરિકામાં કાચા તેલને ડબ્લ્યૂટીઆઇ કહેવામાં આવે છે. ડબ્લ્યુટીઆઇમાં બ્રેંટની સરખામણીમાં બ્રેંટનો ભાવ હાલમાં 19 ડોલર પ્રતિ ડોલર આસપાસ છે.

માંગ ઓછી હોય ત્યારે કિંમત ઘટી જાય

તેલ બજારમાં હાલમાં જે આફત જોવા મળે છે તેના માટે કેટલાક મહિના પાછા જવું પડશે. કાચા તેલની કિંમત કોરોના વાયરસ સંકટના કારણે વધુ ગગડતી જતી હતી. 2020ની શરુઆતની આસપાસ 60 ડોલર પ્રતિ બેરલ જેટલી હતી પરંતુ માર્ચ મહિનો આવતા 20 ડોલરની આસપાસ પહોંચી ગઇ હતી. આવું શા માટે થયું એના માટે માંગ અને પૂરવઠાનો નિયમ લાગું પડે છે. કોઇ પણ વસ્તુનો પૂરવઠો વધારે હોય અને માંગ ઓછી હોય ત્યારે કિંમત ઘટી જાય છે.

કાચા તેલની નિકાસ કરતા દેશોનું સંગઠન ઓપેક તરીકે ઓળખાય છે

વિશ્વમાં સૌથી કાચા તેલની નિકાસ કરતા દેશોનું સંગઠન ઓપેક તરીકે ઓળખાય છે. દુનિયામાં ક્રુડ ઓઇલની 10 ટકા માંગ એકલું સાઉદી અરેબિયા પુરું પાડે છે જે ઓપેકનો મુખ્ય દેશ છે. કેટલાક સમય પહેલા ઓપેક એક ગઢબંધનની જેમ તેલની કિંમત પોતાની રીતે જ નકકી કરતું હતું. કિંમત ઘટાડવી હોયતો ઉત્પાદન વધારી દેતું અને કિંમત વધારવી હોય ત્યારે ઉત્પાદન ઘટાડી દેતું હતું. ઓપેક આવું કરવા માટે રશિયા સાથે ગઢબંધન કર્યુ જે ઓપેક પ્લસ તરીકે ઓળખાય છે. માર્ચ મહિનામાં સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે ખટરાગ થયો અને કોરોના વાયરસ ફેલાતા વિશ્વમાં વાહન વ્યહવાર, ઉધોગ અને જનજીવન થંભી ગયું તેની સીધી અસર તેલની ખપત અને આયાત પર પડી હતી. ઇટલી અને ચીન સાઉદી અરેબિયા પાસેથી ક્રુડ ઓઇલની સારી એવી ખરીદી કરતા પરંતુ કોરોના મહામારી દરમિયાન માંગ ઘટી ગઇ હતી.

ઉત્પાદન ઓછું કરવા ઓપેક દેશોએ બેઠક બોલાવી

સાઉદી અરેબિયાના તો બ્રેડ બટર જ ક્રુડના વેપાર ઉપર ટકેલા છે. માંગ ઘટતા ઉત્પાદન ઓછું કરવા ઓપેક દેશોએ બેઠક બોલાવી પરંતુ રશિયા ક્રુડની કિંમત 50 ડોલર પ્રતિ ડોલર રાખવા ઇચ્છતું હતું. રશિયા પોતાની એક મોટી તેલ કંપની પર અમેરિકાએ પ્રતિબંધ લગાવતા ભાવ સેટ કરીને નુકસાન પહોંચાડવા માંગતા હતા. રશિયા હરિફાઇ દરમિયાન અમેરિકી શેલ ઓઇલ કંપનીઓ બજારમાંથી બહાર કરી દેવા તલપાપડ રહે છે આવા સમયે સાઉદી અરેબિયાએ ઉત્પાદન ઘટાડવાના સ્થાને વધારવાનો દાવ માર્યો હતો. જાણકારોનું માનવું છે કે માંગ ના હોયતો પણ ઉત્પાદન વધારવા પાછળનું ગણિત હરિફના માર્કેટ પર કબ્જો મેળવવાનો હોય છે. સાઉદી અરેબિયા ઉત્પાદન વધારીને તથા ક્રુડ ઓઇલની કિંમતો ઘટાડીને રશિયાના યૂરોપના માર્કેટને તોડવા ઇચ્છતું હતું આના પરિણામ સ્વરુપ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ વધુ ગગડયા હતા.

માંગ દરરોજ 1 કરોડ ડોલરની ગણતરીએ ઘટી રહી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દબાણમાં આવીને સાઉદી અરેબિયા તથા રશિયા સાથેના મતભેદો ઉકેલવા પ્રયાસ કરવા માંડયો પરંતુ તે ઘોડા છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવું સાબીત થયું હતું. હવે તેલ ઉત્પાદક દેશો પોતાના ઉત્પાદનમાં 60 લાખ બેરલનો ઘટાડો કરી રહયા છે પરંતુ માંગ દરરોજ 1 કરોડ ડોલરની ગણતરીએ ઘટી રહી છે. સાઉદી અરેબિયા સહિતના કોઇ દેશો ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે તો થોડાક દિવસોમાં સ્થિતિ સુધરી શકે છે પરંતુ એમ કરવાથી તેલ ઉત્પાદનને ફરી સ્ટાર્ટ કરવામાં વધારે ખર્ચો થાય છે જે કોઇ દેશને પોષાય નહી. જો એક કે બે દેશ જ આવો નિર્ણય લે તો માર્કેટમાં નુકસાન જવાની શકયતા રહે છે. આથી ઉત્પાદન એટલું વધી ગયું છે કે સપ્લાય માટેના વાસણ ગણાતા ટેન્કર પણ ક્રુડ ઓઇલથી ભરેલા છે. 14 કરોડ બેરલ તેલ ક્રુડ ઓઇલ સપ્લાય કરનારા તોતિંગ જહાંજોમાં પડયું છે.

દુનિયામાં રોજ 9 કરોડ બેરલનો વપરાશ

દુનિયામાં રોજ 9 કરોડ બેરલનો વપરાશ હતો જે હવે અડધાથી પણ ઓછો થયો છે. ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય માર્કેટનું આટલું મોટું ચિત્ર જાણ્યા પછી હવે અમેરિકાના મૂળ ટોપિકની વાત કરીએ તો ન્યૂયોર્કના મર્કેન્ટાઇવ એકસચેન્જમાં ડબ્લ્યુટીઆઇનું વેચાણ વાયદા પર થાય છે જેમાં પહેલાથી નકકી કરવામાં આવેલા ભાવ મુજબ જ ખરીદી થાય છે, નકકી કરેલા સમય મુજબ ક્રુડની ડિલિવરી અને ખરીદી થાય છે આ એવો કોન્ટ્રાકટ હોય છે જેનો મહિને હિસાબ થાય છે.

નવો સ્ટોક રાખવા માટે પણ જગ્યા ન હતી

ડબ્લ્યુટીઆઇના કોન્ટ્રાકટ મુજબ ડિલીવરીની તારીખ 21 એપ્રિલ હતી પરંતુ ખરીદારોએ ડિલિવરી લેવાની જ ના પાડી દીધી. વેચાણ ઘટી જવાથી તેમની પાસે જુનો સ્ટોક પુરતો પડયો હોવાથી નવો સ્ટોક રાખવા માટે પણ જગ્યા ન હતી. આથી તેલ ખરીદવા કરતા તો ડિપોઝિટ કે એડવાન્સ રકમ ગુમાવવામાં ક્રુડ ઓઇલ ખરીદતા વેપારીઓને ઓછું નુકસાન થતું હતું. ક્રુડ ઓઇલનું ઉત્પાદન ચાલું હોય ત્યારે માલ ખપત કરવા માટેની ખેંચતાણમાં ક્રુડ ઓઇલનો વાયદા ભાવ શુન્ય અને કેટલાક સમય સુધી માઇનસ પર પહોંચી ગયો હતો. હવે દુનિયામાં કોરોના વાયરસની મહામારી ઘટે અને આર્થિક બજાર પાટા પર ચડે ત્યાં સુધી ક્રુડ ઓઇલની કિંમતો સુધરે તેમ જણાતી નથી.

READ ALSO

Related posts

યુદ્ધ ઉન્માદી ચીને લદ્દાખ મોરચે કેમ કરી પીછેહટ, આ છે 3 કારણો

Mansi Patel

શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો ખૂબ દોડી પણ આ રાજ્યમાંથી પહેલી વખત ‘શ્રમિક સ્પેશિયલ ફ્લાઈટે’ ભરી ઉડાન

Arohi

ભારત અને ચીન વચ્ચે સંબંધો કેમ અચાનક બગડી ગયા, 1 કે 2 નહીં ચોંકાવનારા છે 10 કારણો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!