GSTV
Home » News » જાણો- ક્રૂડ ઑઈલના વધેલા ભાવની અસર તમારા ઈએમઆઈ પર કેવીરીતે પડે છે

જાણો- ક્રૂડ ઑઈલના વધેલા ભાવની અસર તમારા ઈએમઆઈ પર કેવીરીતે પડે છે

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલ મોંઘું થઈ જાય છે, એ તો બધા જાણે છે. પરંતુ શું તેની અસર તમારી ઈએમઆઈ પર પણ પડે છે? આવો જાણીએ.

ગ્લોબલ ક્રૂડ ઓઈલની કિંમતો ભારતમાં ફુગાવો નક્કી કરવામાં મોટો ભાગ ભજવે છે. ક્રૂડ ઓઈલનો ભારતના કંજમ્પશન માર્કેટમાં ઘણો મોટો ભાગ છે. બીજી તરફ ઈએમઆઈમાં વધારા-ઘટાડાનો નિર્ણય બેંક કરે છે કે જે આરબીઆઈએ નક્કી કરેલી પોલિસી રેટ પરથી સંકેત લે છે.

જો ક્રૂડ ઓઈલની કિંમત સતત એક મહિનો કે તેનાથી વધુ સમય વધે છે તો તેવામાં ફુગાવામાં સામાન્ય રીતે વધારો થાય છે. એવું એ કારણે થાય છે કે,  હોલસેલ પ્રાઈસ ઈન્ફ્લેશન ફ્લૂઅલ્સના હિસાબે લગભગ 10 ટકા છે. ઘણા અન્ય સેક્ટર એવા છે, જે સીધી રીતે ક્રૂડ ઓઈલના ઈમ્પોર્ટ પર ટકેલા છે.

ઈન્ફ્લેશનને કાબુ કરવા માટે રિઝર્વ બેંક લોનને મોંઘી કરવાનો વિકલ્પ અપનાવે છે. લોનના વ્યાજદર વધવાથી તમારી ઈએમઆઈ વધી શકે છે. આરબીઆઇનો હેતુ ઈન્ફ્લેશનને એક નિશ્વિત લક્ષ્ય સુધી રાખવાનો છે. જે માટે આરબીઆઇ રેપો રેટનો સહારો લે છે. રેપો રેટ એ દર હોય છે, જેના પર આરબીઆઈ કોમર્શિયલ બેંકોને લોન આપે છે. આરબીઆઈએ ક્રૂડ ઓઈલની કિંમતો ઈન્ફ્લેશન સાથે લિંક હોવાથી તેના ટ્રેન્ડ પર નજર રાખવી પડે છે. બેંક કોસ્ટ ઓફ ફંડ્સ, ફંડ્સની ડિમાન્ડ અને સપ્લાય અને નેટ ઈન્ટરેસ્ટ માર્જિન પર નજર રાખે છે.

Related posts

અમિત શાહે કહ્યું: આવો નરેન્દ્રભાઇ દેશનું નેતૃત્વ કરો, સવાસો કરોડ લોકો આતુર છે

Riyaz Parmar

મોદી સરકારનો આગામી 100 દિવસોમાં આ હશે એક્શન પ્લાન

Nilesh Jethva

આજે મોદી જે ખાનપુર ભાજપ કાર્યાલયમાં સભા કરવાના છે તેનો શું છે ઈતિહાસ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!