GSTV
Home » News » 5 મહિનાના નીચલા સ્તરે ડીઝલ, પેટ્રોલ પણ આટલું સસ્તુ થયું

5 મહિનાના નીચલા સ્તરે ડીઝલ, પેટ્રોલ પણ આટલું સસ્તુ થયું

પેટ્રોલ અને ડીઝલના મોર્ચે સામાન્ય લોકોને મળતી રાહતનો સિલસિલો યથાવત છે. શનિવારે પેટ્રોલની કિંમતમાં 22થી 24 પૈસાનો ઘટાડો થયો ત્યાં ડીઝલ 25થી 25 પૈસા સસ્તુ થયું છે. ગત 10 દિવસોમાં નવમી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ડીઝલ આશરે 5 મહિનાના નીચલા સ્તરે આવી ગયું છે.

અગાઉ દેશની રાજધાની દિલ્હીમાં 16 જાન્યુઆરીએ ડીઝલ 64.59 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાયું હતુ. ત્યાં પેટ્રોલની વાત કરીએ તો 16 ફેબ્રુઆરીના રોજ 70.60 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગયું હતું.

શું છે નવી રેટ લિસ્ટ

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં પેટ્રોલના નવા ભાવ 70.72 રૂપિયા પ્રતિ લીટર છે ત્યાં ડીઝલ 64.65 રૂપિયા પ્રતિ લીટરના ભાવ પર છે. આ સાથે જ કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલની કિંમત અનુક્રમે 72.97 રૂપિયા, 76.41 રૂપિયા અને 73.47 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. આ સાથે જ ડીઝલની વાત કરીએ તો કલકત્તામાં 66.57 રૂપિયા પ્રતિ લીટરના ભાવ પર છે. જ્યારે મુંબઇ અને ચેન્નઇમાં કિંમત અનુક્રમે 67.79 રૂપિયા અને 68.39 રૂપિયાના સ્તરે છે.

9મી વખત ઘટાડો

ગત 10 દિવસમાં નવમી વાર છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. આ 9 દિવસમાં ડીઝલ 2.08 રૂપિયા સુધી સસ્તુ થયું છે. જ્યારે પેટ્રોલના ભાવમાં 99 પૈસાનો ઘટાડો થયો છે.

જણાવી દઇએ કે શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 13 પૈસા સસ્તુ થયું જ્યારે ડિઝલના ભાવ 32 પૈસા ઘટ્યા. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નજીવો વધારો થયો છે. તેવામાં આશંકા છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાના સિલસિલા પર બ્રેક લાગી શકે છે.

Read Also

Related posts

ઉપરાષ્ટ્રપતિએ સુપર 30માં ઋત્વિક રોશનનાં કામના કર્યા વખાણ, સ્પેશલ સ્ક્રિનિંગનાં ફોટોઝ આવ્યા સામે

Path Shah

ગર્લફ્રેન્ડ સાથે જલસા કરી રહ્યો હતો પતિ, પત્ની વીડિયો ઉતારવા લાગી અને જોત જોતામાં તો….

Bansari

બ્રાઉન રાઇસથી નહી ઘટે વજન, આ રીતે સફેદ રાઇસ ખાઇને પણ રહો સ્લીમ ટ્રીમ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!