GSTV
Home » News » 7 મહિનાના નીચલા સ્તર પર ક્રૂડ ઑઈલ, જાણો ક્યા સ્તરે આવ્યું

7 મહિનાના નીચલા સ્તર પર ક્રૂડ ઑઈલ, જાણો ક્યા સ્તરે આવ્યું

ક્રૂડ ઑઈલના મુખ્ય ઉત્પાદક દેશોની અબુ ધાબીમાં પ્રસ્તાવિત બેઠક પહેલા શુક્રવારે ક્રૂડ ઑઈલ 70 ડૉલર પ્રતિ બેરલના સ્તરથી નીચે આવી ગયું. આ સાત મહિનામાં સૌથી નીચુ સ્તર છે.

લંડનમાં સવારે સમજૂતીમાં જાન્યુઆરી ડિલીવરી માટેબ્રેન્ટ ક્રૂડ (ઉત્તરી સાગર) ઉતરીને 69.13 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું. એપ્રિલ2018 બાદ પ્રથમ વખત 70 ડૉલર પ્રતિ બેરલના સ્તરથી નીચે આવ્યું છે. ન્યૂયોર્કમાંડિસેમ્બરનો વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ ઉતરીને ફેબ્રુઆરી બાદના નીચેના સ્તર 59.28ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું.

આ ઘટાડો એવા સમયે આવ્યો છે, જ્યારે ક્રૂડ નિકાસ દેશોનાસંગઠન ઓપેક અને ગેર-ઓપેક પ્રમુખ ક્રૂડ ઑઈલ ઉત્પાદક દેશ કિંમતમાં ઘટાડાને ધ્યાનમાંરાખીને ઉત્પાદનમાં સંભવિત કપાતને લઈને રવિવારે અબુધાબીમાં બેઠક કરવાનો છે.

ક્રૂડ ઑઈલ ઓક્ટોબરમાં 4 વર્ષ સુધીના સર્વોચ્ચ સ્તર પરપહોંચી ગયો હતો. ઉત્પાદનમાં વધારો, ચીનની આર્થિક વૃદ્ધિ નરમ પડવાથી અને ઈરાન પરપ્રતિબંધના અસરની ચિંતાઓ નરમ પડવાથી ક્રૂડ ઑઈલના ભાવ ઘટ્યા છે. અમેરિકામાં ભંડારવધવાના સંકેતથી પણ ક્રૂડ ઑઈલ નરમ પડ્યું છે. અમેરિકાએ આ અઠવાડિયા દરમ્યાન ઈરાન પરપ્રતિબંધથી ચીન, ભારત અને જાપાન સહિત આઠ દેશોને છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો.જેનાથી કિંમત સરળ થઈ છે.

READ ALSO

Related posts

જીત પહેલા ભાજપે બનાવડાવી આટલા કીલોની લડ્ડુ કેક જાણો

Mansi Patel

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

Bansari

બે વખતના સાંસદ સામે પહેલી લોકસભા લડનારનો મજબુત જનસંપર્ક દમ બતાવી શકશે?

Alpesh karena
Do NOT follow this link or you will be banned from the site!