GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

અમે ભૂલ્યા નથી અને અમે તેમને છોડ્યા નથી : પુલવામા હુમલાના એક વર્ષ પર CRPF જવાનોએ કર્યું Tweet

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને સીઆરપીએફે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. CRPFએ લખ્યું કે, અમે ભૂલ્યા નથી, અને અમે તેમને છોડ્યા નથી. હુમલામાં શહીદ થયેલા અમારા ભાઈઓને અમે સલામ કરીએ છીએ. અમે તેમના પરિવારો સાથે ખભાથી ખભો મીલાવી ઊભા છીએ. મહત્વપૂર્ણ છે કે, ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯માં આતંકવાદીઓએ પુલવામામાં સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો. જેમા આશરે ૪૦ જેટલા જવાન શહીદ થયા હતા. જે બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી આતંકવાદીઓના અડ્ડાનો ખાત્મો બોલાવ્યો હતો.

આદિલ અહમદ ડાર હતો મુખ્ય આરોપી

પ્રારંભિક પૂછતાછ દરમિયાન આદિલ અહમદ ડારના પરિવારજનોએ એ સંભાવનાને નકારી કાઢી હતી કે, તેમનો દિકરો આતંકી હુમલામાં સામેલ થાય. પણ સંભિવત ઘટનાસ્થળ પર શરીરના જે ટૂકડાઓ મળ્યા હતા તેમાંથી એક આદિલના પિતા ડિએનએ કરાવવામાં આવતા મેચ થઈ ગયું હતું.

એક અધિકારીએ બતાવ્યું કે, ડીએનએ મેચ થયા બાદ તપાસ અધિકારીઓને એ સ્પષ્ટ થઈ ગયું કે, સ્યુસાઈડ બોમ્બર આદિલ અહમદ ડાર જ હતું. તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો કે આદિલ અહમદ ડાર હુમલાના એક વર્ષ પહેલાં જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થયો હતો. અત્યાર સુધીની તપાસ દરમિયાન હુમલામાં સામેલ તમામ લોકોને મારી નાખવામાં આવ્યા છે.

આદિલ અહમદ ડાર સિવાય મુદસ્સિર ખાન કામરાન ઉર્ફ ગાઝી, સજ્જાદ ભટ્ટ અને કારી યાસીનનો પણ હતા. આદિલ અહમદ ડાર સિવાયના સુરક્ષાબળો સૈન્ય સાથેની મુઠભેડમાં માર્યા ગયા.

RDX જેવા ઘાતક વિસ્ફોટક મિલાવવામાં આવ્યા હતા

એનઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન એ પણ જાણકારી મેળવવામાં આવી કે હુમલામાં કયા વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વિસ્ફોટકના વિશે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે તેમાં અસંખ્ય વિસ્ફોટકોનું મિક્સર કરવામાં આવ્યું હતું. જેમાં નાઈટ્રોજનથી લઈને આર.ડી.એક્સ જેવા ઘાતક વિસ્ફોટકોનો પણ મિલાવવામાં આવ્યા હતા. એનઆઈએ દ્રારા કહેવામાં આવ્યું કે, આ વિસ્ફોટક પુલવામામાં જ તૈયાર કરવામાં આવ્યા હતું.

READ ALSO

Related posts

ઝવેરીબજારોમાં રેકોર્ડબ્રેક તેજી: વિશ્વબજારમાં ભાવ 2050 ડોલરની સપાટી વટાવી ગયા, સોનામાં 57700નો વિક્રમ

pratik shah

બેરૂત વિસ્ફોટની આ તસવીરો જોઇને હલી જશો, સ્કૂટી પર ઘાયલને લઇ જવા મજબૂર થયો યુવક

Bansari

દાઝ્યા પછીનું ડહાપણ, નિર્દોષોની જિંદગી હોમાયા પછી વહીટીતંત્રે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!