GSTV
Home » News » CRPF જવાનોમાં ઝઘડાનાં કારણે એક જવાને ત્રણ સાથી જવાનની ગોળી મારી હત્યા કરી નાખી

CRPF જવાનોમાં ઝઘડાનાં કારણે એક જવાને ત્રણ સાથી જવાનની ગોળી મારી હત્યા કરી નાખી

પાક અને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવની સ્થિતિ છે. એ જ પગલે ફરીવાર આપણા જવાનોને નુકશાની ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં બુધવારે સીઆરપીએફ કેમ્પમાં એક જવાને ઝઘડા બાદ પોતાના ત્રણ સાથીને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ ત્રણેય જવાનનું મોત થઈ ગયું હતું.

સીઆરપીએફના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. કોન્સ્ટેબલ અજીત કુમારે ઉધમપુરના બટ્ટલ બાલિયાન વિસ્તારમાં 187 બટાલિયન કેમ્પમાં પોતાના ત્રણ સાથીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.


અધિકારીએ જણાવ્યું કે બનાવ બાદ અજીત કુમારે પોતાને પણ ગોળી મારી લીધી હતી. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, અજીત કુમારની હાલત ખૂબ નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે રાત્રે કોઈ વાતને લઈને જવાનો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન વાત આગળ વધી જતા કોન્સ્ટેબલ અજીત કુમારનો ગુસ્સો બેકાબુ થયો હતો અને સર્વિસ રિવોલ્વરમાંથી પોતાના સાથીઓ પર ગોળી ચલાવી દીધી હતી.

READ ALSO

Related posts

‘રાજીવ ગાંધીને પણ તોતિંગ બહુમતિ મળી હતી, પણ ડર નહોતો ફેલાવ્યો’: સોનિયા ગાંધીનાં આકરા પ્રહારો

Riyaz Parmar

વકીલોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચિદમ્બરમને પુછ્યું, તમારે કાંઇ કહેવું છે? આપ્યો આ જવાબ

Riyaz Parmar

INX મીડિયા કેસ: EDનાં તપાસ અધિકારી રાકેશ આહૂજાની બદલી, ટ્રાન્સફરનું કારણ અકબંધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!