GSTV
Ahmedabad Trending ગુજરાત

હાલીસાના જવાનની ત્રણ માસની પુત્રી અને 42 વર્ષિય માતા સંક્રમિત, નાંદોલ ગામમાં નવા નરોડાનો એક કેસ

અમદાવાદના હોટ સ્પોટ વિસ્તારમાં કોરોના વોરિયર્સ પોતાની જ નહીં પરંતુ પોતાના પરિવાર જિંદગી દાવ ઉપર મુકીને હાલ ફરજ નિભાવી રહ્યાં છે. પોલીસ અને સીઆરપીએફ જવાનો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ખડે પગે છે ત્યારે અગાઉ તા. ૨૨મીએ હાલીસામાં રહેતો અને રાણીપ ફરજ બજાવતો સીઆરપીએફ જવાન કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ૨૮ વર્ષનો જવાન પોઝિટિવ આવ્યા પહેલાં હાલીસામાં પોતાના ઘરે ગયો હોવાના કારણે તેની ત્રણ મહિનાની પુત્રી સહિત ઘરના તથા સંપર્કમાં આવેલા આઠ વ્યક્તિઓને ફેસીલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા.

જેમાં એક અઠવાડિયાથી વધુ સમય થતાં પરિવારના સભ્યોનો ટેસ્ટ કરાયો હતો. જેમાં આ જવાનની ત્રણ માસની દિકરી તથા ૪૨ વર્ષિય માતા પોઝિટિવ આવ્યા હતાં. તો આ પોઝિટિવ જવાનના ઘરથી બે ઘર છોડીને બીજા ઘરમાં રહેતો ૨૯ વર્ષિય યુવાન પણ આજે પોઝિટિવ આવ્યો છે. આ અંગે આરોગ્યના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ પોઝિટિવ યુવાન ખાનગી ટીવી ચેનલમાં પત્રકાર છે અને અમદાવાદ બોડકદેવ ખાતે આવેલી ઓફિસમાં તા.રરમી સુધી નિયમીત અપડાઉન કરતો હતો.

Corona

આ યુવાનને ચેપ અમદાવાદથી લાગ્યો હોવાનું આરોગ્ય વિભાગ માની રહ્યું છે. તો બીજી બાજુ દહેગામ તાલુકાના નાંદોલ ગામની વતની યુવતિ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં પોતાના પતિ સાથે રહેતી હતી. થોડા દિવસ પહેલાં યુવતિ અને પતિ નાંદોલ આવ્યા હતાં. જ્યાં યુવતિને તાવ સહિતની તકલીફ થતાં અમદાવાદ સિવિલમાં સારવાર માટે ગયા હતાં. જ્યાં કોરોનાનો રીપોર્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. આ યુવતિને પોઝિટિવ આવતાં તેના પતિ, પુત્ર, જેઠ, સાસુને ફેસીલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ યુવતિ અમદાવાદની હોવાના કારણે ગાંધીનગર જિલ્લાના પોઝિટિવ દર્દીઓના લીસ્ટમાં તેનો સમાવેશ કરવામાં નહીં આવે પરંતુ સાવચેતીના ભાગરૂપે સ્થાનિક તંત્ર દ્વારા સેનેટાઇઝેશન સહિત આરોગ્યલક્ષી કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવી છે.

Read Also

Related posts

પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા

Hardik Hingu

અમદાવાદ /  ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત

Nakulsinh Gohil

ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું

Hardik Hingu
GSTV