જો કોઈ CRPF જવાન ફરજ દરમિયાન મૃત્યુ પામે છે, તો તેના પરિવારના સભ્યોને હવે 21.5 લાખ રૂપિયાની જગ્યાએ 35 લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ નિર્ણયની માહિતી આપી છે. અન્ય કિસ્સાઓમાં, જોખમ ભંડોળને સુધારીને રૂ. 25 લાખ કરવામાં આવ્યું છે. શહીદ જવાનની દીકરી કે બહેનના લગ્ન માટે આર્થિક મદદ વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે.