છત્તીસગઢમાં CRPFના જવાનો પર થયેલા નક્સલી હુમલામાં જૂનાગઢના જવાન હાર્દિક પરમાર ઘાયલ થયા છે. તેમ છતાં આ જવાનોએ લોકોની રક્ષા માટે જમીન પર પોતાના પગ જમાવી રાખ્યા હતા. હાર્દિક પરમાર સહિત અનેક જવાન આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે હાલ ઈજાગ્રસ્ત જવાનો સારવાર હેઠળ છે.

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ શનિવારે સાંજે વિસ્ફોટ કરી CRPFનું એક બખ્તરબંધ વાહન ઉડાવી દીધું હતું. ચૂંટણીના માત્ર 15 દિવસ પહેલાં કરાયેલા આ હુમલામાં ચાર જવાન શહીદ થઈ ગયા જ્યારે અન્ય બે ગંભીરરૂપે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત જવાનોમાં ગુજરાતના હાર્દિક સુરેશકુમાર પરમાર અને મહારાષ્ટ્રના હેડ કોન્સ્ટેબલ બાબૂરાવ સિદ્ધેશ્વરનો સમાવેશ થાય છે.
હુમલા બાદ પણ હાર્દિકે એકલા હાથે સતત ફાયરીંગ કરીને બીજા જવાનોને બચાવ્યા છે, હાલ એમની તબિયત સારી છે. ત્યારે હાર્દિકની બહાદુરીની સમગ્ર જૂનાગઢ અને ગુજરાતમાં તારીફ થઈ રહી છે. ગુજરાતના સંતાનો પણ લોકોની સુરક્ષા કરવામાં પોતાના પગ જમાવીને સરહદ પર રાતદિવસ પરસેવો વહાવી રહ્યા છે. અને કોઈપણ કાળે આતંકીઓને સફળ થવા નથી દેતા