GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

કોરોનાને ફેલાતો રોકવા સરકાર પાસે આ છે રસ્તો, આ ટેસ્ટથી સરળતાથી ઓળખી શકાય છે શકમંદ દર્દી

કોરોના

કોરોનાવાઈરસનો ચેપ ઓળખવાનો એકમાત્ર રસ્તો ટેસ્ટ કરવાનો છે. અત્યારે કોરોનાની ઓળખ માટે આખા જગતમાં ‘પીસીઆર (પોલિમર ચેઈન રિએક્શન)’ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ દ્વારા કોરોનાગ્રસ્ત દરદી ઓળખી શકાય છે, પરંતુ આ ટેસ્ટની મર્યાદા એ છે કે એ ખર્ચાળ છે, સમય માંગી લેનારો છે અને તેની પ્રક્રિયા પણ સાવ સરળ નથી. માટે ખાસ પ્રકારના તબીબો દ્વારા અને ખાસ પ્રકારની લેબોરેટરીમાં જ આ ટેસ્ટ થઈ શકે છે. તેના બદલે સરકાર જો ‘સી-આરપી (સી-રિએક્ટિવ પ્રોટીન)’ ટેસ્ટ અપનાવે તો કોરોનાના શકમંદ દરદીઓને ઓળખવામાં સફળ થઈ શકે એમ છે.

સીઆરપીએ કોરોનાની ઓળખ માટેનો ટેસ્ટ નથી, એટલે કે એ ટેસ્ટ દ્વારા વ્યક્તિને કોરોના છે કે નહીં એ સીધી ખબર પડતી નથી. આ ટેસ્ટ સંભવિત દર્દીઓને અલગ તારવવા માટેનો ટેસ્ટ છે. કેમ કે કોરોનાનો ચેપ લાગ્યો હોય તેના શરીરમાં સીઆરપીનું પ્રમાણ વધી જાય છે. અલબત્ત, દર વખતે સીઆરપીનું પ્રમાણ કોરોનાના ચેપને કારણે વધે એવું નથી. પરંતુ કોઈના શરીરમાં સીઆરપીનું પ્રમાણ વધ્યું હોય તો તેના શરીરમાં કોરોનાની અસર હોવાની શક્યતા છે. એટલે શક્યતા ધરાવતા દર્દીઓને અલગ કરીને પછી તેનો કોરોના માટે સ્ટાન્ડર્ડ પીસીઆર ટેસ્ટ કરવો જોઈએ. ફ્રાન્સ, અમેરિકા, ચીન જેવા દેશોના સંશોધકોએ આ ટેસ્ટનો પ્રયોગ કર્યા પછી એ કોરોના માટે કારગત હોવાના તારણો આપ્યા છે. આ ટેસ્ટ નેટ પ્રેક્ટિસ જેવો છે.

આ પ્રક્રિયાનો ફાયદો એ છે કે બધા વ્યક્તિના પીસીઆર ટેસ્ટ કરવા નથી પડતાં. સીઆરપી ટેસ્ટ મોટી સંખ્યામાં કરવા પડે તો એ કામ આસાનીથી થઈ શકે. કેમ કે એક તો એ ટેસ્ટ મોટા ભાગની લેબોરેટરીમાં થઈ શકે છે. એ સામાન્ય પ્રકારનો લોહીનો જ ટેસ્ટ છે. તેનું પરિણામ આવતા ખાસ વાર લાગતી નથી અને ટેસ્ટનો ખર્ચ પણ 700 રૂપિયાથી વધતો નથી. જ્યારે કોરોના માટે ખાનગી ટેસ્ટ કરાવવા સરકારે સાડા ચાર હજારનો ભાવ નક્કી કર્યો હતો. આ ટેસ્ટ દ્વારા જેેમનામાં કોરોનાના લક્ષણ ન હોય છતાં, ચેપ લાગ્યો હોય એવા દર્દીઓને પણ અલગ તારવી શકાય છે.

ભારત જેવા પ્રચંડ વસ્તી ધરાવતા દેશમાં બધાનો ટેસ્ટ તો દૂરની વાત છે, પરંતુ એકાદ શહેરની દસ ટકા વસ્તીનો કોરોના ટેસ્ટ કરવો પણ અઘરો છે. તેના બદલે જો સીઆરપી ટેસ્ટ અપનાવામાં આવે અને જે વિસ્તારમાં વધારે શક્યતા હોય ત્યાં અપનાવામાં આવે તો કદાચ શરળતાથી શંકાસ્પદ દર્દી અલગ કરી શકાય એમ છે. એ પછી જરૂર જણાય તેનો પીસીઆર ટેસ્ટ કરવો જોઈએ.

ફેરેટિન પ્રોટીનનો ટેસ્ટ પણ ઉપયોગી છે

શરીરને જરૂરી લોહતત્ત્વ (આર્યન) પુરું પાડવાનું કામ ફેરેટિન નામે ઓળખાતું પ્રોટીન કરે છે. સામાન્ય લેબોરેટરીમાં લોહી દ્વારા ફેરેટિનનો ટેસ્ટ થતો હોય છે. આ પ્રોટીનનું શરીરમાં પ્રમાણ નિર્ધારિત હોય છે. પણ તેમાં વધારો કે ઘટાડો થાય તો તેના દ્વારા સંકેત મળી શકે કે શરીરમાં કોઈ રોગે જમાવડો કર્યો છે. કોરોનાની જાણકારી મેળવવા માટે ફેરેટિન ટેસ્ટ ઉપયોગી છે. કેમ કે શરીરમાં ફેરેટિનનું પ્રમાણ વધ્યું હોય તો એવી શંકા વ્યક્ત થઈ શકે કે કદાચ કોરોના પોઝિટિવ હશે. એટલે મોટી સંખ્યામાં ફેરેટિન ટેસ્ટ કર્યા પછી જરૂર જણાય એમનો કોરોના ટેસ્ટ કરી શકાય. વિશ્વના સૌથી જૂના પૈકીના એક એવા ‘ધ લાન્સિટ’ મેડિકલ જર્નલમાં પણ થોડા દિવસ પહેલા અહેવાલ પ્રગટ થયો હતો કે ફેરેટિનના ટેસ્ટને કોરોનાની જાણકારી માટે ઉપયોગમાં લેવાની વિચારણા કરવી જોઈએ.

કોરોના શરીરને કઈ રીતે અસર કરે છે?

ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક, ઉધરસ.. વગેરે દ્વારા કોરોના શરીરમાં મોં અથવા નાક દ્વારા પ્રવેશે છે. એ પછી વાઈરસ પહેલો મુકામ ગળાની કોશીકા પર કરે છે. એ ઉપરાંત ફેફસાંની સપાટી પર પહોંચે છે. વાઈરસ શરીરમાં ઘૂસીને પોતાની સંખ્યાબંધ નકલ પેદા કરવાનું કામ કરે છે. આ બધી નકલ કોષ જેવો જ દેખાવ કરીને આખા શરીરમાં ફરી વળે છે, ખાસ તો ફેફસાંના કામને મોટે પાયે નુકસાન પહોંચાડે છે. એ સમયે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો વાઈરસ સામે ઝીંક ઝીલી શકે છે. વિશ્વમાં કોરોના કુલ કેસ પૈકી માંડ 2 ટકા દરદીઓ ક્રિટિકલ કે સિરિયસ કહેવાતી સ્થિતિમાં પહોંચે છે. 70 ટકા દરદીની સારવાર તો ઘરે તકેદારી રાખીને જ થઈ શકે છે. માટે કોરોનાનો ડર કાઢીને સાવધાની રાખવી જોઈએ.

Read Also

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!