GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

મે મહિનામાં ત્રીજી વાર Corona 400 પ્લસ સાથે 16,000ને પાર, મોતે 1000નો આંક વટાવ્યો

ગુજરાતમાં Corona સંક્રમણના આંક મે મહિનામાં ખૂબ જ બદલાઈ ગયા છે. ગુજરાતમાં મે મહિનામાં આજે ત્રીજી વખત 400 પ્લસ કેસ થયા છે. ગુજરાતમાં આજે વધુ 412 નવા Corona પોઝીટીવ કેસ આવ્યા છે. જે અત્યાર સુધીના પોઝીટીવ કેસનો બીજા નંબરનો ઊંચો આંક થયો છે. ગુજરાતમાં સૌથી વધુ પોઝીટીવ કેસનો આંક 5 મેના 441 થયો હતો. જે અત્યાર સુધીનો સૌથી વધારે છે. ગુજરાતમાં 5 મે બાદ 25 મેના વધુ 405 કેસ Corona પોઝીટીવ આવ્યા હતા. તે પછીથી ફરી આજે 400 પ્લસ કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે વધુ 412 Corona પોઝીટીવ કેસ નોંધાયા છે.

8 દિવસમાં 3 હજાર વધુ કેસ, 200થી વધુ લોકોના થયા મોત

ગુજરાતમાં છેલ્લા 8 દિવસમાં નવા 3 હજાર કેસ આવ્યા છે. તો 200થી વધુ લોકોના મોત પણ છેલ્લા 8 દિવસ દરમિયાન થયા છે. ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી નવા Coronaના પોઝીટીવ આવતા કેસો કરતાં પણ સાજા થનારાનો આંક પણ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં હવે સાજા થનારા લોકોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં 9230 લોકો સાજા થયા છે. અને 1007 લોકોના Coronaથી મોત થયા છે. અર્થાત ગુજરાતમાં લગભગ 10 હજારથી વધુ કેસ બંધ થયા છે. રાજ્યમાં હવે ફક્ત 6,119 કેસ જ એક્ટિવ છે.

13 મે બાદ અમદાવાદમાં બીજી વખત વધ્યો આંક

મે મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં ફક્ત 4,400 કેસ હતા. આજે 16356 કેસ થઈ ગયા છે. છેલ્લા 30 દિવસમાં 12 હજાર જેટલા નવા કેસ વધ્યા એ પણ હકિકત છે. તો મોતના આંકમાં પણ 800 જેટલો વધારો થયો છે. ગુજરાતમાં સૌથી વધુ સંક્રમિત અમદાવાદ છે. અમદાવાદમાં કોરોના પોઝીટીવ આંક 12 હજાર નજીક પહોંચી ગયો છે. અમદાવાદમાં 5 દિવસ બાદ Corona પોઝીટીવ કેસમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં આજે વધુ 284 પોઝીટીવ આવતા કુલ આંક 11881 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં Coronaથી મોતનો આંક પણ 800ને પાર થયો છે. અમદાવાદમાં આજે વધુ Coronaનાં 24 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે વધુ 284 કેસ થયા છે. અગાઉ 25 મેના 310 કેસ આવ્યા હતા. અમદાવાદમાં 13 મે બાદ બીજી વખત Coronaનો પોઝીટીવ આંક ઊંચો રહ્યો છે.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!