રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વિવિધ જિલ્લાઓમાં કમસોમી વરસાદ વરસી રહ્યો છે. બે દિવસ પહેલા અમરેલી, ગીરમાં ધોધમારમાં વરસાદ વરસ્યા બાદ ગઈકાલે રાત્રે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પર આકાશમાંથી આફત વરસી હતી.

-ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી
અરવલ્લીમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગઈકાલે સવારે વાતાવરણમાં ઠંડક બાદ બપોર થતા વાદળછાયુ વાતાવરણ થયું હતું અને સાંજના સમયે ધોધમાર વરસાદ શરુ થયો હતો. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં આભમાંથી આફત સ્વરુપે કમોસમી વરસાદ વરસતા ઘઉં, ચણા, વરીયાળી સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. જિલ્લામાં મેઘરજ, ભિલોડા સહિત અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ખેડૂતોએ પાકમાં થયેલા નુકસાન સામે સરકાર પાસે વળતર આપવાની માંગ કરી છે.
-રાજ્યમાં વીજળી પડતા 5 લોકોના મોત નિપજ્યા
રાજ્યમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી તે મુજબ અનેક જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદથી રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં હાલ અનેક જિલ્લામાં માવઠું થયું છે. આ માવઠા વચ્ચે અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટના બની હતી જેમાં કુલ 5 વ્યક્તિના મોત નિપજ્યા હતા.
READ ALSO
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે
- ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન