GSTV

ઊભા પાકને ખેતરમાં સળગાવી દેવાથી થાય છે મોટુ નુકસાન, સરકારે ખેડૂતોને દંડ ફટકારવાનું કર્યુ શરૂ! શું આ છે સાચો ઉપાય?

મનરેગા આવવાથી ખેતીની મજૂરી મોંઘી થઈ છે. ખેડૂત મજૂરોની અછતના કારણે ડાંગર, કપાસ અને ઘઉંના પરાળને ખેતરમાંથી બહાર કાઢવા ખર્ચાળ છે. તેથી તેને ખેતરમાં જ સળગાવી દે છે. જેના કારણે પર્યાવરણ અતિ પ્રદૂષિત થાય છે તેમજ જમીનમાં પોષક તત્વો નાશ પામી રહ્યાં છે. ઉપરની સપાટીને પ્રતિકૂળ અસર થઈ રહી છે. જન આરોગ્યને લીધે થતા નુકસાનને ઘટાડવા માટે રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પાકના અવશેષોને શિક્ષાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હી આસપાસ અને ઉત્તર પ્રદેશમાં રૂ.2500થી 15 હજાર સુધીનો દંડ કરવામાં આવે છે.

રાજ્ય સરકારો દંડ અને નિયમો બનાવીને ખેડૂતોને કચરો ખેતરમાં સળગતો રોકી રહી છે. એક ટન ડાંગરના પાકનો અવશેષ બળી જવાના કારણે હવામાં 3 કિલો પાર્ટિક્યુલેટ મેટર, 60 કિલો કાર્બન મોનો ઓક્સાઇડ, 1460 કિલો કાર્બન ડાયોક્સાઇડ, 199 કિલો રાખ અને 2 કિલો સલ્ફર ડાય ઓક્સાઇડ પેદા થાય છે. જેનાથી આંખોમાં બળતરા અને ત્વચા રોગ અને માઇક્રો કણો અને ફેફસાના રોગ, હૃદયની બિમારી થઈ શકે છે. ડાંગરના પરાળને ખેતરમાં બાળવાથી પોષખ તત્વો 50.50૦ કિલો, નાઇટ્રોજન, 2.3 કિલો ફોસ્ફરસ ઓક્સાઇડ, 25 કિલો પોટેશિયમ ઓકસાઈડ, 1.2 કિલો સલ્ફર, 50 થી 70 ટકા સૂક્ષ્મ પોષકતત્ત્વો નાશ પામે છે. 400 કિલોગ્રામ કાર્બન બળી જાય છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!