GSTV
Home » News » મોદી સરકારે ખેડૂતોને પાકવીમા કંપનીને ત્યાં ગીરે મૂક્યા?, રૂપાણીના મંત્રી પણ હવે મૂકાયા શરમમાં

મોદી સરકારે ખેડૂતોને પાકવીમા કંપનીને ત્યાં ગીરે મૂક્યા?, રૂપાણીના મંત્રી પણ હવે મૂકાયા શરમમાં

ખેડૂતો માટે પાકવીમો હવે સ્વપ્ન બની ગયો છે. ખેડૂતોના ખાતામાંથી પૈસા તો સીધા વીમા માટે કપાઈ જાય છે પણ ખેડૂતોને વળતર ચૂકવવાની વાત અાવે ત્યારે ગુજરાત સરકાર પણ અા ખેડૂતોને વળતર અાપી શકતી નથી અે હકિકત છે. મોદી સરકારે પાકવીમાનું ખાનગીકરણ કરી નાખ્યું છે. પાકવીમા યોજના ખાનગી કંપનીઅોને વેચી દીધી હોવાની હાલત છે. ખેડૂતો ખાનગી વીમા કંપનીઅોને ત્યાં ગીરવે મૂકાયા છે. જેમાં ખેડૂતોઅે ફક્ત પૈસા ભરવાના છે. વળતર તો અમારી મરજી મુજબનું જ મળશે તેવી દાદાગીરી પાકવીમા કંપનીઅો કરી રહી છે. ખુદ કૃષિમંત્રી પણ અે કહી શકવાની સ્થિતિમાં નથી કે ખેડૂતોને પાકવીમો ક્યારે મળશે. ગુજરાત સરકારની અેક પણ બાબત વીમા કંપનીઅો સાંભળતી નથી.

મોદી સરકારે પાકવીમા કંપનીઅો સાથે કરેલી ડિલ સાંભળીને તમને ગુસ્સો અાવી જશે. ખાનગી તમામ કંપનીઅો પાસે પૂરતો સ્ટાફ નથી કે ખેડૂતોના ખેતરમાં જઈને સરવે કરી શકે. અા કામગીરી અે સરકારના અધિકારીઅો દ્વારા કરાય છે. જેનો રિપોર્ટ તેઅો સબમિટ કરે છે પણ વળતર અાપવું કે નહીં તે નક્કી ખાનગી કંપનીઅો કરે છે. ખેડૂતો કે ગુજરાત સરકારના હાથમાં પણ અા બાબત નથી. ગુજરાત સરકાર પોતાની વીમા કંપની ખોલીને જાતે ખેડૂતોનો વીમો ઉતારી અા કામગીરી કરી શકે તેવી જોગવાઈ હોવા છતાં રૂપાણી સરકાર પણ મોદી સામે કંઇ બોલી શકે તેવી સ્થિતિમાં નથી. જેના પાપે ખેડૂતોનો મરો થાય છે. ખાનગી વીમા કંપનીઅોના નિયમોમાં સામાન્ય ખેડૂતોનો મરો થઈ રહ્યો છે. સરકારનું કંઇપણ ન ઉપજતું હોવાનું કાલની ઘટનાઅે સાબિત કરી દીધું છે.  જેતપુર તાલુકાના 10 ગામોના ખેડૂતોને પાક વીમા બાબતે ગત રોજ કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા જ્યાં સુધી ખેડૂતોને પાક વીમો નહીં મળે ત્યાં સુધી જેતપુરમાં  એસબીઆઇ બેન્કની એક પણ બ્રાન્ચ ખોલવા નહીં દઉની ચીમકીના આજે બીજા દિવસે જ એસબીઆઇ બેન્ક ખુલ્લી ગઈ છે. રાબેતા મુજબનું કામકાજ પણ શરૂ કરી દીધું છે. અા રાદડિયાની ચીમકી માત્ર સ્ટંટ જ હોવાનું વિપક્ષો કહી રહ્યાં છે. જેમાં રાદડિયાનો પણ વાંક નથી કારણ કે અા રૂપાણીના પણ હાથમાં નથી કે ખેડૂતોને વીમો ક્યારે ચૂકવાશે. રાદડિયા તો ફક્ત કેબિનેટ મંત્રી છે. મોદી સરકારે ખેડૂતો અને પાકવીમા યોજનાને વીમા કંપનીઅો પાસે ગીરવે મૂકી દીધી છે. ખેડૂતોને સસ્તા પ્રીમિયમની લાલચમાં ઘરનું ગોપીચંદન પણ ખોવાનો વારો અાવ્યો છે. સરકારે ધિરાણ લેવું હોય તો ફરજિયાત વીમો લેવાનો નિયમ લાવતાં ન છૂટકે પણ ખેડૂતોઅે વીમો લેવો પડે છે અને સરકાર વીમાના વધતા અાંકને વાહવાહીમાં ખપાવે છે.

  • સરકારનું કંઇપણ ન ઉપજતું હોવાનું કાલની ઘટનાઅે સાબિત કરી દીધું
  • ગુજરાતના કેબિનેટમંત્રીઅે નીચું જોવું પડ્યું
  • રૂપાણી સરકારનું પણ પાકવીમા કંપનીઅો સામે કંઇ ઉપજતું નથી
  • ખેડૂતોને પાકવીમો મળતો ન હોવાની છે હકિકત
  • ખુદ કૃષિમંત્રી પણ અે કહી શકવાની સ્થિતિમાં નથી કે ખેડૂતોને પાકવીમો ક્યારે મળશે
  • વળતર તો અમારી મરજી મુજબનું જ મળશે તેવી દાદાગીરી પાકવીમા કંપનીઅો કરી રહી છે

 અા ફકત જેતપુરના ખેડૂતોની વાત નથી. ગુજરાતના ઘણા તાલુકાના ખેડૂતો પાકવીમા માટેની બુમરાણ પાડી રહ્યાં છે. જેતપુરની ઘટના વિગતવાર જોઈઅે તો  શહેરના જુનાગઢ રોડ પર આવેલ એસબીઆઇ બેન્ક દ્વારા તાલુકાના દસ જેટલા ગામોના 125 જેટલા ખેડૂતોના ગત વર્ષની પાક વીમાની 1.25 કરોડ જેટલી  રકમ હજુ સુધી ચૂકવાઈ નથી. અા બાબતે જયેશ રાદડિયા દ્વારા ખેડૂતો સાથે બેન્કે જઈ બેન્કને તાળા બંધી કરાવી જ્યાં સુધી ખેડૂતોને બેન્ક દ્વારા વીમો ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી એસબીઆઇ બેંકની એક પણ બ્રાન્ચ જેતપુર શહેરમાં ખોલવા નહીં આપું તેવી ચીમકી આપી હતી. ખેડૂતોને લઈને બેન્ક પર રાદડિયા દ્વારા હલ્લાબૉલ કરવામાં આવ્યું ત્યારે ત્યાં સિટી પોલીસનો પીઆઈ સહિતનો સ્ટાફ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોયો હતો .જેથી જયેશ રાદડિયાની બેન્કને પાક વીમો નહીં મળે ત્યાં સુધી ખોલવા નહીં દેવાની ચીમકીને ખેડૂતો દ્વારા ગંભીર ચેતવણી માની લેવામાં આવી હતી અને હવે તો બેન્ક દ્વારા પાક વીમો ચૂકવવો જ પડશે તેવી આશા સેવી હતી. પરંતુ આજે સવારે રાબેતા મુજબ બેન્ક ખુલી ગઈ છે.ગત રોજ પોલીસની હાજરીમાં રાદડિયા દ્વારા બેન્ક સ્ટાફનો ઉઘડો લઈને બેન્કને તાળા બંધી કરાવી હતી તેમજ પોલીસનો એક કોન્સ્ટેબલનો આજે બેન્ક ખાતે બંદોબસ્ત માટે મુકવામાં આવ્યોં છે એટલે કે સરકાર (કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા) વિરૂધ સરકાર (એસબીઆઇ બેન્ક)ની લડતમાં બેન્કનો હાથ અદ્ધર રહ્યો હોવાનું લાગી રહ્યું છે

બેન્ક મેનેજરના જવાબમાં જાણો હકિકત

 બેન્ક ખોલવા અંગે બેન્ક મેનેજર રવી પરમારે જણાવ્યું હતું કે આતો સરકારી બેન્ક છે અને અમોએ ખેડૂતોના વીમાને લગતા તમામ દસ્તાવેજ જયેશભાઈને પહેલાં જ આપીને તેઓ કેન્દ્રમાં ખેડૂતોના વીમા અંગે રજૂઆત કરે તેવું જણાવેલું અને  જયેશભાઈએ પણ કેન્દ્રમાં રજૂઆત કરેલ છે પરંતુ વીમા કંપનીની આડોડાઈને હિસાબે ખેડૂતોને પાક વીમો હજુ મળ્યો નથી.

Related posts

ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે

Mayur

ગીરના સિંહોની વસતિ 1000ને પાર : 7 જિલ્લા સુધી પહોંચી ડણક, ચોટીલા સુધી કર્યો વિસ્તાર

Mayur

OMG : લગ્ન જે પંડિતે કરાવ્યા હતા, તેની સાથે જ ભાગી ગઈ દુલ્હન…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!