GSTV
Home » News » સાબરકાઠા જીલ્લામાં વરસાદે સર્જી તારાજી, ખેડૂતોએ લંબાવ્યો સરકાર પાસે હાથ

સાબરકાઠા જીલ્લામાં વરસાદે સર્જી તારાજી, ખેડૂતોએ લંબાવ્યો સરકાર પાસે હાથ

સાબરકાઠા જીલ્લામાં ગઈ કાલે આવેલ વાવાઝોડાને લીધે અનેક જગ્યાએ તારાજી સર્જાઈ હતી તો અનેક પાકો જમીન દોષ થઈ ગયા હતા જેમાં ખેડુતોને ભારે નુકશાની સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં ગઈ કાલે આવેલા વાવાઝોડાએ તારાજી સર્જી જેમાં અનેક પાકો જમીન દોષ થઈ ગયા તો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાહી થયા જેમાં ખેડુતોને ભારે નુકશાન થયુ હતુ.

ત્યારબાદ આવેલ વરસાદી માહોલને લઈને પણ ખેડુતો બેહાલ બની ગયા છે. મગફળી, બાજરી, શાકભાજી કઠોળ જેવા પાકોને વરસાદથી પણ નુકશાન થયુ છે. ઉનાળુ મગફળી જે ખેડુતોએ વાવેલ હતી અને ખેતરમાં કાઢીને મુકી હતી તેમાં વરસાદ અને વાવાઝોડાને લઈને નુકશાન જોવા મળ્યુ છે.

નોધનીય છે કે આ વર્ષે ખેડુતોને ભારે નુકશાન જોવા મળ્યુ છે એક બાજુ ગરમી, અગાઉ આવેલ કમોસમી વરસાદ, અપુરતુ પાણી અને આ ફરી આવેલ ભયંકર વાવાઝડાને લઈને ખેડુતોને ભારે નુકશાન થયુ છે. આમ તો વરસાદથી ખેતરમાં રહેલ મગફળીમાં પાણી ભરાઈ જવાથી ખેડુતોને નુકશાન થયુ છે જો માર્કેટમાં વેચવા જાય તો પણ પુરતા ભાવ ન મળે જેના કારણે ખેડુતોને 50 ટકાનુ નુકશાન જોવા મળ્યુ છે.

આ વર્ષે ખેડુતો માટે જાણે કે કાળ સમુ ગણાય છે અને જેના કારણે ખેડુતોની હાલત પણ કફોડી બની છે. ખેતીમાં પણ ભારે નુકશાન થવાથી હાલ તો ખેડુતોમાં રોવાનો વારો આવ્યો છે. હવે સરકાર આ અંગે કઈ વિચારે તો સારુ…

READ ALSO

Related posts

લિયોનેલ મેસ્સીને મળ્યો સતત ત્રીજી વખત ગોલ્ડન શૂ એવોર્ડ

pratik shah

અમદાવાદમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે પોલીસ થઈ સક્રિય

Mansi Patel

સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જાહેર કરી પોતાની ડિજિટલ કરન્સી, સમગ્ર દુનિયામાં આ ચલણનો થશે વપરાશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!