GSTV
Home » News » ગ્લોબલ વોર્મિંગના પરિણામે હવે મગરમચ્છો માનવ વિસ્તારોમાં રહેવા લાગશે

ગ્લોબલ વોર્મિંગના પરિણામે હવે મગરમચ્છો માનવ વિસ્તારોમાં રહેવા લાગશે

ગ્લોબલ વોર્મિંગના કારણે મગરમચ્છોના હુમલામાં વધારો થઈ શકે છે તેવો રિપોર્ટ સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના નિષ્ણાંતે રવિવારે આ વાતની જાહેરાત કરી હતી. આ વિશે ચાર્લ્સ ડાર્વિન વિશ્વવિદ્યાલયમાં પર્યાવરણ અને આજીવિકા અનુસંધાન સંસ્થાનના પ્રાણી શાશ્ત્રી એડમ બ્રિટને કહ્યું હતું કે, તાપમાનમાં વૃદ્ધિ થશે તો મગરો એવા વિસ્તારમાં ચાલ્યા જશે જ્યાં તેઓ પહેલા કોઈ દિવસ નથી ગયા.

વસતિ વધારાના કારણે હવે સરીસૃપ વર્ગનું જાનવર મગરમચ્છ એ વિસ્તારમાં જશે જ્યાં તેની કોઈ જરૂરિયાત નથી. અથવા તો મોટો માનવ સમુદાય જ્યાં વસવાટ કરતો હશે.

એડમ બ્રિટને આ વિશે વધુમાં કહ્યું કે, જેમ જેમ ધરતી ગરમ થઈ રહી છે તેનો અર્થ એ જ છે કે, તેના પ્રત્યક્ષ પરિણામના કારણે હુમલાઓમાં વૃદ્ધિ થઈ જશે. ઉપરથી મગરમચ્છોનો ફેલાવો પણ વધી જશે.

તેમણે કહ્યું કે, અમે ઈન્ડોનેશિયામાં જોઈ રહ્યા છીએ કે, મગરમચ્છો એ જગ્યા પર જઈ રહ્યા છે જ્યાં તેઓ પહેલા કોઈ દિવસ નથી ગયા. જેના પરિણામે હુમલાઓની સંખ્યા પણ દિનપ્રતિદિન વધારો થવા લાગ્યો છે. બ્રિટને એ પણ કહ્યું કે, ઉત્તર ક્વિક્સલેન્ડ જેવા વિસ્તારમાં મગરમચ્છોનું પ્રમાણ આજ કારણે દિનપ્રતિદિન વધી રહ્યું છે. જ્યાં માનવ વસાહતોમાં મગરમચ્છો ઘુસી રહ્યા છે.

READ ALSO

Related posts

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો કાલથી લાગુ, નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ સજ્જ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!