કોઈએ સાચું કહ્યું છે કે પેટ નહોત તો કોઈ સાથે ભેટ પણ નહોત. પેટના કારણે જ તમામ વસ્તુઓ થાય છે. હિન્દીમાં કહેવત પણ છે કે પાપી પેટનો સવાલ છે. ભૂખ જ્યારે હદ કરતા વધારે વધી જાય ત્યારે સારું કે ખરાબ કંઈ નથી દેખાતું. કંઈક આવું જ બન્યું છે ઓસ્ટ્રેલિયાના જંગલમાં. જ્યાં ભૂખના કારણે ધરતીના બે તાકતવર જીવ સામસામા આવી ગયા. આ બે જીવ એટલે અજગર અને મગરમચ્છ.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પોતાના કદ અને પીઠના કારણે આ યુદ્ધમાં મગરમચ્છ અજગરના રામ રમાડી દેશે. પણ અનુમાન કરવામાં આવે તેનાથી ઉલ્ટુ બન્યું છે. અહીં મગરમચ્છને તે પણ વિશાળકાય મગરને અજગરના હાથે શિકાર થવાનો વારો આવ્યો છે.

સોશિયલ મીડિયા પર અજગરની તસવીરો વાઈરલ થઈ રહી છે. આ તસવીરને G Wildlife Rescue Inc નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે અજગરે મગરમચ્છને કોળીયો કરી નાખ્યો છે.

વાઈરલ થયેલી તસવીરમાં લોકો એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, કેવી રીતે તીક્ષ્ણ દાંત વાળા અને ખરબચડી પીઠવાળા મહાકાય મગરમચ્છને અજગર કોળીયો કરી ગયો ? અજગરનો મૂળ સ્વભાવ આળસનો હોય છે પણ આળસ ખંખેરી અજગરે મહાકાય મગરમચ્છને પેટમાં સ્વાહા કરી નાખ્યો અને પોતાની પ્રદીપ્ત જઠરાગ્નિને તૃપ્ત કરી.

READ ALSO
- પાકિસ્તાનમાં ખાવાના ફાંફા, લોટની ચોરી રોકવા માટે કલમ 144 લાગુ
- upcoming movie: દ્રૌપદી સહિત ઈતિહાસ પર આધારિત છે આ 6 ફિલ્મો, દર્શકો દ્વારા ખૂબ જ આતુરતાથી જેની જોવાઈ રહી છે રાહ
- બ્રેઈન ડેડ લેઉઆ પટેલ યુવકના અંગદાનથી 5 લોકોને મળ્યું નવજીવન, પિતાએ કહ્યું- દીકરો આ દુનિયામાં જીવી રહ્યાની અમને લાગણી થશે
- ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, ICMRનો ખુલાસો
- Kajol Post/ કાજોલે સોશિયલ મીડિયાથી લીધો બ્રેક, પોસ્ટ શેર કરી જણાવ્યું કારણ