GSTV

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Last Updated on September 18, 2021 by Zainul Ansari

અમેરિકાના સૌથી જુના સાથીદાર ગણાતા દેશ ફ્રાન્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા અમેરિકામાંથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે. આ બંને દેશ વચ્ચે 18મી સદીની ક્રાંતિના સમયકાળથી ચાલતા આ સંબંધો હવે બગડ્યા હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને નવા ઈન્ડો-પેસિફિક સુરક્ષા ગઠબંધનમાં ફ્રાન્સને સામેલ કર્યું નથી.

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને કરી ઓક્સની ઘોષણા :

ફ્રાન્સના વિદેશ મંત્રી જ્યાં ઈવ લિએ આ અંગે લેખિતમાં જણાવ્યું હતું કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોંએ લીધેલો આ નિર્ણય ઓસ્ટ્રેલિયા અને અમેરિકા દ્વારા કરવામા આવેલી જાહેરાતની ગંભીરતાને જોતા યોગ્ય છે. હાલમાં જ અમેરિકા અને બ્રિટન ઑક્સ પ્રોજેક્ટ હેઠળ ઓસ્ટ્રેલિયા માટે પરમાણું સબમરીન બનાવવાની જાહેરાત કરી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સ સાથે ડીઝલ સબમરીન માટે 100 અબજ ડૉલરનો સોદો કર્યો હતો. જોકે અમેરિકા અને બ્રિટન સાથે થયેલ ગઠબંધન બાદ ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સ સાથેનો કરાર રદ કર્યો હતો.

બ્રિટન

એમ્બેસેડર ફિલિપ એટીન ટ્વિટ દ્વારા આ જાહેરાત કરવામા આવી છે કે, “અમારા જોડાણ, અમારી ભાગીદારી અને યુરોપમાં ઇન્ડો-પેસિફિકનુ મહત્વ અમારી દૂરદ્રષ્ટિ પર સીધો જ પ્રભાવ પાડે છે.” યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સીલ પ્રવક્તા એમિલી હોર્ને જણાવ્યું હતુ કે, જો બાયડન એટીનેને પેરિસ પરત લાવવાના નિર્ણય અંગે ફ્રેન્ચ અધિકારીઓના નજીકના સંપર્કમાં છે.

તેમણે એક નિવેદનમાં જણાવ્યુ પણ હતું કે, અમે તેમની સ્થિતિને ખુબ જ સારી રીતે સમજીએ છીએ અને આવનાર દિવસોમાં અમે અમારા મતભેદોને ઉકેલવા માટેના કામ પણ ચાલુ રાખીશુ. ફ્રાન્સ અમારા સૌથી જૂના સહયોગી અને મજબૂત ભાગીદારોમાંનું એક છે. અમે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે એકસાથે ખુબ જ લાંબી સફર ખેડી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે પણ ફ્રાન્સ સાથેના સંબંધોને મહત્વ આપ્યું અને આશા વ્યક્ત કરી કે આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ રહેશે.

બ્રિટન

ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની થઇ ટીકા :

લિડ્રિયને ગુરુવારે જણાવ્યું હતું કે, તે આ નિર્ણય વિશે તો સંપૂર્ણ માહિતી નથી ધરાવતા પરંતુ, તેમણે ઓસ્ટ્રેલિયા અને યુએસ બંનેની ટીકા કરી હતી. ફ્રાન્સના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, ” આ ઘટના ખરેખર પીઠ પાછળ છૂરી ચલાવવા જેવી છે. અમે ઓસ્ટ્રેલિયા સાથે વિશ્વાસનો સંબંધ બાંધ્યો અને તે વિશ્વાસ તૂટી ગયો. સાથીઓ સાથે આ પ્રકારનું વર્તન ના હોય.

ઓસ્ટ્રેલિયાએ ફ્રેન્ચ રાજદૂતને પાછા બોલાવ્યાનો અફસોસ છે

હાલ આવનાર સમય દરમિયાન ઓસ્ટ્રેલિયાએ શનિવારના રોજ ફ્રાન્સ દ્વારા તેના રાજદૂતને પાછા બોલાવવા બદલ દુઃખ વ્યક્ત કર્યુ હતુ. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરીસ પેયનની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હુમલા વર્ગ પ્રોજેક્ટ પર નિર્ણય બાદ ઓસ્ટ્રેલિયાથી તેના રાજદૂતને સલાહ માટે પાછા બોલાવવાના નિર્ણય બદલ અમને દુઃખ છે.”અમે અમારા રાષ્ટ્રીય સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.ઓસ્ટ્રેલિયામાં ફ્રાન્સના રાજદૂત જીન-પિયર થબોલ્ટે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ ક્યારેય ઉલ્લેખ કર્યો ન હતો કે પ્રોજેક્ટ રદ થઈ શકે છે.

Read Also

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!