GSTV
Gujarat Government Advertisement

ભારતીય કંપની જગતના એડવાન્સ ટેક્સના આંકડામાં જબરદસ્ત ઉછાળો

Last Updated on June 19, 2019 by

ભારતીય કંપની જગતના એડવાન્સ ટેક્સના આંકડામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. ૨૦૧૯-૨૦ના પ્રથમ ક્વાર્ટરમાં તેના દ્વારા કરવામાં આવેલી એડવાન્સ ટેક્સ ચૂકવણીમાં ૧૭૧ ટકાનો ઊછાળો નોંધાયો છે. તેના લીધે ટેક્સ ઓથોરિટીનું કહેવું છે કે અર્થતંત્ર અગાઉના ક્વાર્ટરોની નબળી સ્થિતિમાંથી પૂર્વવત્ બની રહ્યુ છે.

મુંબઈમાં કુલ ટેક્સ કલેક્શન ૧૩૩ ટકા વધીને ૧૭,૧૭૪ કરોડ એડવાન્સ ટેક્સ થયું હતું, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં ૭,૩૫૬ કરોડ હતું, એમ આવકવેરા વિભાગના આંકડા જણાવે છે. કોર્પોરેટ ટેક્સ કલેક્શન ૧૪,૮૭૩ કરોડ હતુ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૫,૪૭૭ કરોડ હતું.

વ્યક્તિગત વેરાની આવક ૨,૩૦૧ કરોડ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાના ૧,૮૭૯ કરોડની તુલનાએ ૨૨.૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. વર્તમાન નાણાકીય વર્ષમાં એડવાન્સ ટેક્સનો પ્રથમ હપ્તો ૧૫ જૂનના રોજ પૂરો થશે. એડવાન્સ ટેક્સ પેમેન્ટના પરિઘની અંદર આવતા કરદાતાએ તેની કર જવાબદારીના ૧૫ ટકાની ચૂકવણી કરવાની હોય છે.

આવકવેરા અધિકારીઓનું માનવું છે કે તબક્કાવાર વૃદ્ધિદર અર્થતંત્ર માટે હકારાત્મક સંકેત છે. આ શાનદાર આંકડા છે, જે બિનપરંપરાગત છે, પરંતુ તેની સાથે-સાથે પ્રોત્સાહક છે. અર્થતંત્ર ૨૦૧૮-૧૯ના ચોથા ક્વાર્ટરમાં ૨૦ ક્વાર્ટરની નીચી સપાટી ૫.૮ ટકાના દરે વૃદ્ધિ પામ્યુ હતુ.

તેના લીધે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નો વૃદ્ધિદર ઘટીને ૬.૮ ટકા જેટલો નીચો થઈ ગયો હતો. એડવાન્સ ટેક્સના આંકડામાં વૃદ્ધિ માટે અનેક પરિબળો ગણાવાય છે, તેમા અર્થતંત્રમાં થઈ રહેલો સુધારો પણ એક પરિબળ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

વાહનચાલકોને ઝટકો / સરકાર પાસે ના રાખો આશા, ઈંધણના ભાવ ભડકે બળશે : પેટ્રોલના ભાવ 125 રૂપિયા થવાની આવી ચેતવણી

Bansari

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!