GSTV
Home » News » ઇન્સ્ટાગ્રામ પર ”બ્લેક એન્ડ વ્હાઇટ” ચોકલેટ લખી ફસાયો રોનાલ્ડો

ઇન્સ્ટાગ્રામ પર ”બ્લેક એન્ડ વ્હાઇટ” ચોકલેટ લખી ફસાયો રોનાલ્ડો

જાણીતો ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સતત સમાચારોમાં ચમકતો રહે છે ત્યારે આ વખતે તે પોતાની રમતના કારણે નહીં પરંતુ સોશ્યલ મીડિયામાં પોસ્ટથી ચર્ચામાં છવાયો છે. તેની આ પોસ્ટના કારણે તેના કેટલાક પ્રશંસકો નારાજ થયા છે.

વાત જાણે એમ છે કે, 32 વર્ષિય પૂર્તગાલી સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોએ પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે પૂર્તગાલના જ ફૂટબોલર જોસ સમેડોની સાથે છે. આ તસવીરમાં તે બંને ખુલ્લા શરીર સાથે ઉભા છે. રોનાલ્ડોએ આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે, પરફેક્ટ મેચ બ્લેક એન્ડ વ્હાઇટ. આ સાથે કેટલાક સમય બાદ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ રોનાલ્ડો પર ભડક્યા હતા અને તેની આ કોમેન્ટ પર નસ્લીભેદી ગણાવી હતી. આમ છતાં રોનાલ્ડોની આ પોસ્ટને લગભગ 30 લાખથી વધુ યૂર્ઝસ લાઇક કરી ચૂક્યા છે.
મહત્વનું છે કે, રોનાલ્ડો અને તેના સાથી ખેલાડી સેમેડોની મૈત્રી 20 વર્ષ જૂની છે. બંને પ્રથમ વખત લિસ્બનમાં એક સ્પોર્ટ્સ અકાડમીમાં મળ્યા હતા.

Perfect Match Black And White chocolate ????????

A post shared by Cristiano Ronaldo (@cristiano) on

Related posts

ભારત બન્યુ AFCની પ્રથમ પસંદ, 2022માં ભારત કરશે એશિયા કપનું હોસ્ટીંગ

Pravin Makwana

સુનીલ કુમારની કમાલ, ગ્રીકો રોમન એશિયન રેસલિંગમાં ભારતને 27 વર્ષ બાદ મળ્યો ગોલ્ડ મેડલ

Bansari

પાકિસ્તાને ‘વર્લ્ડ કપ’માં ભારતને પછાડ્યુ, ઈમરાન ખાને આ રીતે આપ્યા અભિનંદન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!