GSTV

રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની ટેબલ પરથી હટાવી કોકા કોલાની બોટલ, કંપનીને થઇ ગયું 30 હજાર કરોડનું નુકસાન

રોનાલ્ડો

ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફૂટબોલ જ નહિ પરંતુ સોશિયલ મીડિયા પર મોટી હસ્તીઓમાં સામેલ છે. એમને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 30 કરોડ ફોલોવર્સ છે. એવામાં એમના કોઈ પણ ઇસારા અથવા એક્ટિવિટીની કોઈ પણ ઉત્પાદ બ્રાન્ડ પર ખુબ અસર પડે છે. એક પ્રેસ કોન્ફરન્સમાં કોક અને પાણીને લઇ કરવામાં આવેલ એક ઇસારા માત્રમાં કોકા કોલા કંપનીને 30 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે.
શું બન્યું હતું?

હાલ ફુટબોલની સીઝન ચાલી રહી છે અને યૂરો કપ રમાઈ રહ્યો છે. આ બધા વચ્ચે પોર્ટુગલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી જેમ હંમેશા દરેક મેચની પહેલા અને બાદમાં કરવામાં આવે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોનાલ્ડોના ટેબલ પર 2 કોકા કોલાની અને એક પાણીની બોટલ પડેલી હતી. રોનાલ્ડોએ ત્યાં રહેલી બંને કોકા કોલાની બોટલ હટાવી દીધી હતી અને પાણીની બોટલ ઉઠાવીને ‘ડ્રિંક વોટર’ એમ કહ્યું હતું.

બસ, માત્ર આ 5 સેકન્ડના વાક્યની એટલી જોરદાર અસર પડી કે, કોકા કોલાના શેર ધડાધડ તૂટવા લાગ્યા અને આશરે 4 બિલિયન ડોલર સુધી તૂટી ગયા. જાણવા મળ્યા મુજબ યૂરોપમાં બપોરે 3 વાગ્યે માર્કેટ ખુલ્યુ ત્યારે કોકા કોલાના શેરનો રેટ 56.10 ડોલર હતો. અડધા કલાક બાદ રોનાલ્ડોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને પછી તરત કોકા કોલાના શેર ઘટવા લાગ્યા હતા અને 55.22 ડોલરે પહોંચી ગયા હતા. ત્યારથી કોકા કોલાના શેરમાં ભારે ઉતાર-ચઢાવ ચાલી રહ્યો છે.

કોકા કોલાનું રિએક્શન

કોકા કોલા યૂરો કપની ઓફિશિયલ સ્પોન્સર છે. આ કારણે સ્પોન્સર તરીકે તેના ડ્રિન્ક સત્તાવાર કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવે છે. આ વિવાદ બાદ કોકાકોલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ખેલાડીઓને પ્રેસ કોન્ફરન્સ કે મેચ દરમિયાન દરેક પ્રકારનું ડ્રિંક આપવામાં આવે છે. તેઓ શું લેવાનું પસંદ કરે છે તે તેમના પર નિર્ભર છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઇતિહાસ રચ્યો કારણ કે પોર્ટુગલે હંગેરીને 3-0થી હરાવ્યું

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ ગોલ ફટકારનાર ખેલાડી બન્યો છે. તેના બે ગોલની મદદથી, પોર્ટુગલે 15 જૂન 2021 ની રાત્રે મંગળવારે હંગેરીને 3-0થી પરાજિત કર્યું. પેનલ્ટી સ્પોટ પર રોનાલ્ડોએ 87 મી મિનિટમાં ગોલ કર્યો અને ત્યારબાદ ઈજાના સમયમાં બીજો ગોલ કર્યો.

જુવેન્ટસ ફોરવર્ડ રોનાલ્ડો માટેની આ પાંચમી યુરો ચેમ્પિયનશિપ છે. તે 2004 માં પ્રથમ વખત યુરો કપમાં રમ્યો હતો. તેની પાસે માઇકલ પ્લેટિની જેવા જ નવ ગોલ હતા, પરંતુ 87મી મિનિટમાં આ રેકોર્ડ તેણે મેળવ્યો. 36 વર્ષનો રોનાલ્ડો સતત પાંચ યુરો ચેમ્પિયનશિપ ગોલ કરનાર એકમાત્ર ખેલાડી બન્યો છે. ડિફેન્ડર રાફેલ ગ્યુરેરોએ ત્રીજી મિનિટમાં પોર્ટુગલ માટે પહેલો ગોલ કર્યો.

આ મેચ યુરો 2020 ની પ્રથમ મેચ હતી જે સંપૂર્ણ ભીડમાં રમવામાં આવશે. પુસ્કસ એરેનામાં 67215 દર્શકો હતા. આમાંના મોટાભાગના હંગેરિયન સમર્થકો હતા. હંગેરી એ દસ યજમાન દેશોમાંથી એક માત્ર એવો દેશ છે જેણે 100 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.

Read Also

Related posts

Tokyo Olympics: શાબાશ! હોકીના મેદાન પર બ્રોન્ઝથી ચૂકી ભારતની દિકરીઓ છતાં રચ્યો ઇતિહાસ

Bansari

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!