GSTV

ફરી હાર્યો મેસી, રોનાલ્ડો 5મી વખત બન્યો બેસ્ટ ફૂટબૉલર

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એક વખત લિયોનેલ મેસીને પાછળ છોડી દીધો છે. ફૂટબૉલ ક્લબ રિયલ મેડ્રિડના પોર્ટગલ સ્ટારને 2017ના ફીફાના બેસ્ટ ફૂટબૉલરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. રોનાલ્ડોને 5મી વખત આ એવોર્ડ મળ્યો છે. એવોર્ડ માટે રોનાલ્ડોની ટક્કર બાર્સિલોનાની તરફથી રમી રહેલા આર્જેન્ટિના લિયોનેલ મેસી અને પેરિસ સેન્ટ જર્મનના બ્રાઝિલી ખિલાડી નેમારની સાથે હતી.

2016માં પણ આ એવોર્ડ મેળવનાર 32 વર્ષના રોનાલ્ડોને લા લીગા અને ચેમ્પિયન ટ્રોફીમાં પોતાની ટીમના વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેમ્પિયન લીગમાં આ વખતે રોનાલ્ડોએ 12 ગોલ કર્યા હતા. બીજી તરફ તેની જ ક્લબના મેનેજર જિનેદિન જિદાનને આ વર્ષે બેસ્ટ મેનેજરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જિદાન ફ્રાંસના પૂર્વ ફૂટબૉલર છે.

હવે રોનાલ્ડો અને મેસીની પાસે છે 5-5 એવોર્ડ

આ રેસમાં પાછળ રહી ગયેલા લિયોનેલ મેસી પણ 5 વખત બેસ્ટ ફૂટબૉલરનો એવોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. મેસીએ હાલમાં જ વર્લ્ડ કપ ક્લૉવિફાયરમાં ઇક્વાડોરની વિરુદ્ઘ હેટ્રિક કરીને પોતાની ટીમને આગામી વર્ષે થનારા વર્લ્ડ કપમાં હાજરી સુનિશ્ચિત કરાવી દીધી છે. હવે મેસી અને રોનાલ્ડો પાસે 5-5 બેસ્ટ ફૂટબૉલરના એવોર્ડ થઇ ગયા છે.

બીજી તરફ 25 વર્ષના બ્રાઝિલિયન સ્ટાર નેમારએ બાર્સિલોનાની સાથે કોપા ડેલ રે જીત્યુ હતુ. આ પછી તે 222 મિલિયન યૂરોના સૌથી મોંઘાં કરાર પર પેરિસ સેન્ટ જર્મનની સાથે જોડાઇ ગયો હતો.

 

Related posts

OMG! કોરોનાના કહેર વચ્ચે આ દિગ્ગજ ખેલાડીએ કર્યા લગ્ન, પૂર્વ પત્નીની ભત્રીજીને બનાવી જીવનસંગીની

Ankita Trada

Corona ઇફેક્ટ: ટોક્યો ઓલંપિક સ્થગિત, IOCના સભ્યનો દાવો

Bansari

કોવિડ-19ના ખતરાને જોતાં ઓલમ્પિક થઈ શકે છે સ્થગિત, જાપાનના પીએમે આપ્યા આ સંકેતો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!