GSTV
Home » News » ચેમ્પિયન્સ લીગ : રૉનાલ્ડોની રૉયલ બાઇસિકલ કીકે મચાવી ધૂમ

ચેમ્પિયન્સ લીગ : રૉનાલ્ડોની રૉયલ બાઇસિકલ કીકે મચાવી ધૂમ

સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોના શાનદાર પ્રદર્શનના દમ પર રિયલ મેડ્રિડે ચેમ્પિયન્સ લીગ ક્વાર્ટર ફાઇનલના પહેલા દોરમાં જીત મેળવી છે. આ મેચમાં રોનાલ્ડોની શાનદાર બાઇસિકલ કિક આકર્ષણનું કેન્દ્ર રહી છે. આ સાથે જ રોનાલ્ડો ચેમ્પિયન્સ લીગમાં રમાયેલી ગત 10 મેચોમાં 16 ગોલ કરી ચુક્યો છે.

એલિયાંસ સ્ટેડિયમમાં મંગળવારે રાતે રમાયેલી આ મેચમાં રિયલ મેડ્રિડે જુવેન્ટસને 3-0થી હરાવ્યું છે. રોનાલ્ડોએ ઇસ્કો તરફથી મળેલા પાસને મેચની શરૂઆતની ત્રીજી જ મિનિટે ગોલમાં તબદીલ કરીને રિયલને 1-0ની લીડ પી દીધી. આ લીડને ક્લબે પહેલા હાફ સુધી યથાવત રાખી.

તે પછી બીજા હાફમાં પણ પોતાના સારા ડિફેન્સના દમ પર જુવેન્ટ્સે ગોલની તકને આપતા રિયલે બે અન્ય ગોલ કર્યા. રોનાલ્ડોએ 64મી મિનિટમાં બીજો ગોલ કર્યો. ત્યાં માર્સેલોએ 72મી મિનિટે ગોલ કરીને ટીમને 3-0એ વિજય અપાવ્યો.

રિયલ મેડ્રિડના કોચ જિદાને જણાવ્યું કે રોનાલ્ડો અન્યની તુલનામાં એક અલગ ખેલાડી છે. ચેમ્પિયન્સ લીગમાં હેમેશા કંઇક મોટુ કરવાની ઇચ્છામાં તે જે પણ કરે છે તેમાં તે થાકતો નથી. હું તેનો કોચ પણ છું અને પ્રશંસક પણ. તે જ કારણે મે મારા માથા પર હાથ મુકી દીધો.

Related posts

બાંગ્લાદેશમાં હિન્દુ પૂજાને લઈ મચ્યો છે બબાલ, આ છે મુખ્ય કારણ

pratik shah

નિર્ભયાના નરાધમોને ફાંસીનો રસ્તો સાફ, સુપ્રીમ કોર્ટે આખરી લાઈફલાઇન પણ ફગાવી દીધી

Karan

ભાગ્ય દર્પણઃ આજે નહીં પરંતુ કાલે પૂર્ણનું કામ કરવું રહેશે શ્રેષ્ઠ, જાણો કેમ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!