GSTV
Home » News » ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બન્યો ચોથા બાળકનો પિતા, ટ્વિટર પર શૅર કરી PHOTO

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બન્યો ચોથા બાળકનો પિતા, ટ્વિટર પર શૅર કરી PHOTO

દુનિયાના મહાન ફુટબોલ ખેલાડી પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ચોથા બાળકના પિતા બન્યો છે. રોનાલ્ડોએ તેની પ્રેમિકા જ્યોર્જિના રોડ્રિગ્વેજને રવિવારે દિકરીને જન્મ આપ્યો.

2017 ફિફા પ્લેયર ઓફ ધ ઇયર બનેલા રોનાલ્ડોએ પોતાની દિકરીનું નામ અલાના માર્ટિન રાખ્યું છે. અલાના રોનાલ્ડોની ચોથી સંતાન છે. તેના પહેલા રોનાલ્ડોને એક દિકરો છે તથા સરોગેટ માંથી બે બાળકો છે. રોનાલ્ડોએ ટ્વિટ કરીને કહ્યું કે ”અલાના માર્ટિનનો જન્મ થયો છે. માં અને બાળકી સ્વસ્થ છે. અમ સૌ ખુબજ ખુશ છીએ. ”

રોનાલ્ડો સ્પેનના ક્લબ રિયલ મેડ્રિડ તરફથી રમે છે. તે પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમના કેપ્ટન પણ છે. અહીં જણાવી દઇએ કે રિયલ મેડ્રિડના સ્ટાર ફોરવર્ડ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ વર્ષના યુઇએફએ પ્લેયર ઓફ ધ ઇયર એવોર્ડના હકદાર બન્યો. તેણે લિયોનલ મેસ્સી અને જુવેટ્સની કીપર ગિઆનલીગી બફોનને  પછાડીને આ ઉપલબ્ધિ મેળવી હતી.

32 વર્ષના રોનાલ્ડોએ રિયલ મેડ્રિડને સતત બીજુ ચેમ્પિયન લીગ ટાઇટલ અપાવ્યું. ગત સત્રમાં 12 ગોલ સાથે ટુર્નામેન્ટનો ટોચનો ખેલાડી પણ બન્યો છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ 2011થી આપવામાં આવે છે. રોનાલ્ડોએ બે વારના વિજેતા મેસ્સીને પાછળ છોડીને ત્રીજી વાર આ એવોર્ડ હાંસલ કરવામાં સફળ રહ્યો.

 

Related posts

પાંચ વખત ટેનિસ સ્ટાર રહેલી મારિયા શારપોવાએ ટેનિસમાં લીધો સંન્યાસ

Pravin Makwana

મે સુધી નિંયત્રણમાં નહી આવે કોરોનાવાયરસ તો રદ થઈ શકે છે ટોક્યો ઓલમ્પિક 2020

pratik shah

મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટને પતિ વિરુદ્ધ કરી ઘરેલુ હિંસાની ફરિયાદ, છૂટાછેડાની પણ આપી અરજી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!