GSTV
Home » News » રોનાલ્ડોએ જીત્યો 2016નો ફીફા પ્લેયર ઓફ ધ યરનો પુરસ્કાર

રોનાલ્ડોએ જીત્યો 2016નો ફીફા પ્લેયર ઓફ ધ યરનો પુરસ્કાર

રીયલ મૈડ્રિડ અને પૂર્તગાલના ફોરવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ફિફાનો બેસ્ટ ખેલાડી પસંદ કરવામાં આવ્યો છે. રોનાલ્ડોએ આ પુરસ્કારની હોડમાં બાર્સિલોના અને આર્જેન્ટિનાના લિયોનેલ મેસી તથા ફ્રાન્સના એન્ટોની ગ્રિજમેનને પછાડી આ એવોર્ડ જીત્યો છે.

જ્યારે અમેરિકાની કાર્લી લોયડને મહિલા વિભાગમાં બેસ્ટ ખેલાડી પસંદ કરાઇ છે. લિસેસ્ટરના કલોડિયો રેનિરીને બેસ્ટ પુરુષ કોચ અને સિલ્વિયા નીડને બેસ્ટ મહિલા કોચ પસંદ કરાઇ હતી. પેનાંગને મો.ફેજ સુબ્રીનો સર્વશ્રેષ્ઠ ગોલનો પુરસ્કાર પ્રદાન કરાયો હતો.

ટ્રોફી ગ્રહણ કર્યા બાદ રોનાલ્ડોએ કહ્યું કે, 2016 મારી કેરિયરનું સર્વશ્રેષ્ઠ વર્ષ હતું. જેમાં મે વ્યકિતગત અને ટીમના સ્તર પર સારી સફળતા હાંસલ કરી હતી.

Related posts

WWE રિંગમાં ફરી ગૂંજશે The Undertakerનું નામ! આ મેચથી કરશે ધમાકેદાર વાપસી

Bansari

9 વખત વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ જીતતા અગાઉ બે હજારથી વધુ ગેમ હાર્યો છું

Bansari

સાનિયા-નાદિયાની જોડીએ હોબાર્ટ ઈન્ટરનેશનલ ડબલ્સ ટાઈટલ જીત્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!