GSTV
Home » News » મોદી સરકાર માટે સૌથી મોટા રાહતના સમાચાર : ભારતમાં મંદી ટેમ્પરરી, વિકાસ દેખાશે

મોદી સરકાર માટે સૌથી મોટા રાહતના સમાચાર : ભારતમાં મંદી ટેમ્પરરી, વિકાસ દેખાશે

મોદી સરકાર માટે વિદેશથી એક ખુશખબર આવી છે. જે સરકારને મોટી રાહત આપશે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનાં પ્રમુખ ક્રિસ્ટાલિના જીયોર્જીવાએ કહ્યું કે ભારતમાં આર્થિક મંદી ટેમ્પરરી છે, તેમને આશા છે કે આગામી સમયમાં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો થશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બોલતા તેમણે કહ્યું કે, વિશ્વ ઓક્ટોબર 2019માં જારી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકની તુલનામાં જાન્યુઆરી 2020માં વધુ સારી સ્થિતિમાં હશે.

તેમણે  કહ્યું કે વિશ્વમાં આ સકારાત્મક ગતિનાં કારણે અમેરિકા અને ચીનનાં વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરમાં નરમી અને ટ્રેડ ડીલનાં પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર થયા છે. આ ઉપરાંત ટેક્સમાં બદલાવ અને અન્ય કારણોથી પણ આ સકારાત્મકતાનું કારણ છે. જોકે, વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વૃધ્ધી દર 3.3 ટકા રહેવો એ સારો સંકેત નથી.

આઇએમએફનાં મેનેજીંગ ડાયરેક્ટરે જણાવ્યું છે કે હાલમાં આર્થિક મંદીનો સમય ચાલી રહ્યો છે. અમે રાજકોષિય નીતિ વધું આક્રામક બને તેવું ઇચ્છીએ છીએ. વિકાસશીલ બજાર પણ આગળ વધી રહ્યા છે.

અમે એક મોટા અર્થતંત્ર ભારતમાં મંદી જોઇ રહ્યા છે. પરંતું અમને વિશ્વાસ છે કે આ મંદી ટેમ્પરરી છે. અમને આશા છે કે આગળ જતાં સ્થિતિ સુધરશે. તેની સાથે જ ઇન્ડોનેશિયા અને વિયેતનામમાં વધુ સારી સ્થિતિ જોવા મળી રહી છે, તેમણે વધુમાં જણાવ્યું છે કે કેટલાય આફ્રિકન દેશો પણની વધું સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.

પરંતું મેક્સિકો જેવા ઘણા દેશોનું પ્રદર્શન સારૂ નથી, અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ ઇન્ડીયા રેટીંગ એન્ડ રિસર્ચે પણ ભારતની આર્થિક વૃધ્ધીને ઘટાડી છે, નાણાકીય વર્ષ 2021માં ભારતની જીડીપી 5.5 ટકા રહેવાનું અનુમાન છે. વર્ષ 2021માં ભારત એ સૌથી ટોપ પર પહોંચી જશે. આ સમયે જીડીપી 6.1 ટકા થઈ જશે.

READ ALSO


Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!