GSTV
Ahmedabad Trending ગુજરાત

મોટો ફફડાટ/ નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે કાઇટ ફેસ્ટિવલ પર સંકટ, ગુજરાત ટુરિઝમની વેઇટ એન્ડ વૉચની નીતિ

આખરે નવા વેરિયન્ટ ઓેમિક્રોને ભારતમાં પ્રવેશ કરી લીધો છે. એમિક્રોનની એન્ટ્રીને પગલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર તો સંકટ સર્જાયુ છે, ત્યારે હવે રિવરફ્રન્ટ પર યોજાનારા કાઇટ ફેસ્ટિવલને ગ્રહણ લાગી શકે છે.

દર વર્ષે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવે છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન આયોજીત કાઇટ ફેસ્ટિવલમાં ફ્રાન્સ, જર્મની, જાપાન સહિતના દેશોમાંથી વિદેશી પતંગબાજો ભાગ લે છે. એટલુ જ નહીં, આકાશમાં ડ્રેગન સહિત વિવિધ આકારના વિશાળ પતંગ ઉડાડી કલા નિર્દશન કરે છે.

દર વર્ષે જાન્યુઆરીમાં અમદાવાદ જ નહીં, સાપુતારા, માંડવી, કચ્છ સહિતના સ્થળોએ કાઇટ ફેસ્ટિવલ ઉજવાય છે.  ગુજરાતમાં અત્યારે કોરોનાના કેસો નહિવત છે. કોરોનાએ લગભગ વિદાય લીધી છે તેવુ ચિત્ર ઉપસ્યુ છે ત્યારે નવા વેરિયન્ટનો ભય ફેલાયો છે કેમકે, કર્ણાટકમાં બે કેસો નોંધાયા છે જેથી ગુજરાત સરકાર વધુ સતર્ક બની છે.

સૂત્રોના મતે, રિવરફ્રન્ટ પર આયોજીત કાઇટ ફેસ્ટિવલમાં 20થી વધુ દેશોનો આમંત્રિત કરાય છે અને 100થી વધુ વિદેશી પતંગબાજો ભાગ લે છે પણ હવે જયારે નવા વેરિયન્ટે દેખા દીધી છે ત્યારે વિદે પતંગબાજોને આમંત્રણ આપવુ જોખમી પુરવાર થઇ શકે છે. હાઇરિસ્ક દેશોમાં પતંગબાજો ગુજરાત આવવાનુ ટાળે તેવી પૂરેપુરી શક્યતા છે. આ જોતાં ગુજરાત ટુરિઝમ અત્યારે તો વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી છે.

READ ALSO

Related posts

જબરદસ્તી ભારે પડી/ વરરાજાને પરાણે લાડુ ખવડાવવા કન્યાને ભારે પડ્યા, વરરાજાને આવ્યો ગુસ્સો આવતાં દુલ્હને સપનામાં પણ વિચાર્યું નહીં હોય તેવા કર્યા ખરાબ હાલઃ વીડિયો થયો વાયરલ

GSTV Web Desk

મિશન 2022 / ત્રણ દિવસના પ્રવાસે આવશે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા

Zainul Ansari

મીકા સિંહની થનારી દુલ્હન આકાંક્ષા પુરીએ બતાવ્યો પોતાનો બોલ્ડ લુક, બ્લેક મોનોકિનીમાં પાણીમાં જ લગાવી દીધી આગ

GSTV Web Desk
GSTV