GSTV
Home » News » મોદી સરકાર સ્વીકારે કે ન સ્વીકારે ભારતમાં તમામ સેક્ટરમાં મંદી, ક્રિસિલે કર્યો મોટો ધડાકો

મોદી સરકાર સ્વીકારે કે ન સ્વીકારે ભારતમાં તમામ સેક્ટરમાં મંદી, ક્રિસિલે કર્યો મોટો ધડાકો

ભારતીય અર્થતંત્ર ઉપર આર્થિક મંદીનો ઓછાયો દિવસને દિવસે ઘેરાઇ રહ્યું છે અને સ્થિતિ દિવસને દિવસે વિકટ થઇ રહી હોય તેવા સંકટ મળી રહ્યા છે. હવે રેટિંગ એજન્સી ક્રિસિલે પણ નાણાં વર્ષ 2020 માટેના ભારતના આર્થિક વિકાસદરમાં ઝડપી ઘટાડો કર્યો છે. રેટિંગ એજન્સીએ ચાલુ નાણાં વર્ષ માટે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ઝડપથી ઘટાડીને 5.1 ટકા જાહેર કર્યો છે જ્યારે ક્રિસિલે અગાઉ 6.2 ટકાના વિકાસદરની આગાહી કરી હતી.

આગામી 5મી ડિસેમ્બરે રિઝર્વ બેન્કની ધિરાણનીતિની જાહેરાત પૂર્વે આ અહેવાલ મળ્યા છે. આગામી ગુરુવારે રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (MPC) વ્યાજદરની સમિક્ષા કરવા માટે બેઠક કરશે.  ક્રિસિલ દ્વારા ભારતના વિકાસદરમાં કરાયેલો ઘટાડો એ જાપાનીઝ બ્રોકરેજ નોમુરા દ્વારા આગાહી કરાયેલા 4.7 ટકા પછીનો સૌથી નીચો દર છે. નોંધનિય છે કે, તાજેતરમાં સરકાર દ્વારા જુલાઇથી સપ્ટેમ્બર ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ 4.5 ટકા જાહેર કરવામાં આવ્યો છે જે છેલ્લા છ વર્ષનો સૌથી નીચો વિકાસદર છે. આ સાથે ચાલુ નાણાંકીય વર્ષ 2019-20ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પ્રથમ છ મહિનામાં ભારતનો વિકાસદર 4.75 ટકા નોંધાયો છે. 

ક્રિસિલે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઔદ્યોગિક ઉત્પાદન, ચીજવસ્તુઓની નિકાસ, બેન્ક ધિરાણનો ઉપાડ, કર વસૂલાત, ફ્રેઇટ મૂવમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન જેવા મહત્વપૂર્ણ ટૂંકા ગાળાના સૂચકાંકો વિકાસદરમાં નબળાઇના સંકેત આપે છે. જો એજન્સીએ ઓક્ટોબરથી માર્ચ સુધીના બીજા છ માસિક ગાળા દરમિયાન વિકાસદરમાં વૃદ્ધિની અપેક્ષા રાખી છે.

ક્રિસિલે કહ્યું કે, બીજા છમાસિક ગાળામાં ભારતનો વિકાસદર 5.5 ટકા રહેશે જે પ્રથમ છમાસિક ગાલામાં 4.75 ટકા નોંધાયો છે.  નોંધનિય છે કે, ઓક્ટોબર મહિનાની ધિરાણનીતિની સમિક્ષામાં રિઝર્વ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષના વિકાસદરનો અંદાજ અગાઉના 6.9 ટકાથી ઘટાડીને 6.1 ટકા કર્યો છે. 

આગામી 5મી ડિસેમ્બરે રિઝર્વ બેન્કની છઠ્ઠી મોનેટરી પોલિસીની બેઠક યોજાઇ રહી છે જેમાં પણ વ્યાજદરમાં ઘટવાની અપેક્ષા રાખાઇ છે. રિઝર્વ બેન્કે આર્થિક વિકાસને વેગ આપવા અને તરલતાની સમસ્યા દૂર કરવા માટે કેલેન્ડર વર્ષ 2019માં અત્યાર સુધી પાંચ વખત રેટ-કટ કર્યો છે અને વ્યાજદરમાં કુલ 135 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. 

READ ALSO

Related posts

બળાત્કારીઓને 21 દિવસમાં મળશે મોતની સજા, આ સરકાર 48 કલાકમાં જ પસાર કરશે બિલ

Karan

રશિયા પર સૌથી આકરો પ્રતિબંધ, વિશ્વના કોઈ પણ ખેલ આયોજનમાં નહીં લઈ શકે ભાગ

Nilesh Jethva

કડક દારૂબંધી માત્ર કાગળ પર, દારૂમાં રાજ્યભરમાં અમદાવાદ અગ્રેસર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!