GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

હાલમાં ગ્રહોની સ્થિતિ દર્શાવી રહી છે કે આ મહિનામાં મોદી સરકાર પર આવશે ભારે સંકટ

મોદી

વિશ્વના મોટાભાગના દેશ માટે મહામારી કોરોનાને પગલે વર્ષ ૨૦૨૦ના પ્રથમ ત્રણ માસ અત્યંત નિરાશાજનક રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રના મતે વર્ષ ૨૦૨૦માં હજુ વધારે ચઢાવ-ઉતાર જોવા મળે તેવા યોગ છે. ખાસ કરીને નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન ભારતના રાજકારણમાં અસ્થિરતા જોવા મળી શકે છે. ખાસ કરીને ૧૮થી ૨૪ ડિસેમ્બર દરમિયાનનો સમયગાળો અનેક સરકારોને સંકટ હેઠળ મૂકી શકે છે.

1959 અને 1962 જેવી ગ્રહોની ચાલ

જ્યોતિષશાસ્ત્રના મતે હાલમાં જેવી ગ્રહોની ચાલ છે તેવી જ ૧૯૫૯ અને ૧૯૬૨ના વર્ષમાં હતી. વર્ષ ૧૯૫૯માં ચીને તિબેટ સાથે કરેલા જોડાણનો વિરોધ કર્યો હતો. ૧૯૫૯ના એ અરસામાં ગુરૃ અને શનિના ગ્રહ જે સ્થિતિમાં હતા તેવી સ્થિતિ વર્ષ ૨૦૧૭માં પણ હતી. વર્ષ ૧૯૬૧માં ગુરૃ અને શનિએ અત્યારની જેમ જ મકર તરફ ગતિ કરવાનું શરૃ કર્યું હતું. ૧૯૬૨માં બંને છૂટા પડયા હતા અને ગુરૃએ સ્વતંત્ર ભારતની કુંડળીના ૧૦મા ગૃહ એવા કુંભ તરફ ગતિ કરી હતી. ગ્રહોની આ ચાલે ભારતને રાજકીય રીતે નબળું પાડી દીધું હતું. વર્ષ ૨૦૨૦ના મોટાભાગના સમયમાં ગુરૃ અને શનિ સાથે જ રહ્યા છે. ૧ જુલાઇથી ગુરૃ ફરી પાછો ધન રાશિ તરફ પ્રયાણ કરશે. જેની સાથે જ હાલની વિકટ સ્થિતિમાંથી રાહત મળશે.

લોકડાઉન

2020માં વિકટ સમય નહી થાય પૂરો

જોકે, અહીંથી વર્ષ ૨૦૨૦નો વિકટ સમય સંપૂર્ણ પૂરો થઇ ગયો હશે તેમ કહી શકાય નહીં. ૨૦૨૦ના નવેમ્બર- ડિસેમ્બર અને ૨૦૨૧માં ગુરૃ અને શનિ ફરી મકરમાં પ્રવેશશે. જ્યારે સૂર્ય, ચંદ્ર, મંગળ, શુક્ર, શનિનું ભારતીય કુંડળીના ત્રીજા ઘરમાં રહેવાનું અનુમાન છે. નવેમ્બર-ડિસેમ્બર માસનો સમય ભારતીય રાજકારણમાં અસ્થિરતા લાવશે. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રાહુનો ભારતીય કુંડળીની વૃષભ રાશિમાં પ્રવેશ થશે અને તેની સાથે જ ભારતીય રાજકારણમાં અસ્થિરતાનો પાયો નખાવવાનો શરૃ થઇ જશે. ખાસ કરીને ૧૮થી ૨૪ ડિસેમ્બર દરમિયાન અનેક સરકારો સંકટ હેઠળ મૂકાઇ શકે છે. ૫ જૂનથી ૫ જુલાઇના ૩ ગ્રહણ સમગ્ર વિશ્વ માટે વધુ નુકસાનકારક પુરવાર થઇ શકે છે. જેના કારણે ખાસ કરીને વૃશ્ચિક રાશિના નેતાઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નસિબજોગે, આ ત્રણ પૈકીના બે જ ગ્રહણ ભારતમાં જોવા મળશે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!