GSTV

ગુજરાતમાં ગુનાઈત ઇતિહાસ અને કરોડપતિ ઉમેદવાર ચૂંટણીમાં પ્રથમ પસંદ, પેટાચૂંટણીમાં ભાજપે તો રૂપિયા જ જોયા

ચૂંટણી

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. અને ત્રીજી નવેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે જનતા તેમનો ઉમેદવાર નક્કી કરશે. સર્વોચ્ચ અદાલતના આદેશ અને ચૂંટણી પંચના બબ્બે વારના નિર્દેશાંક ઉપરાંત પણ રાજકીય પક્ષોએ ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરી. જેમાં રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીમાં જીતવાની શક્યતાનું કારણ દર્શાવ્યું.

ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો

રાજ્યમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્રીજી નવેમ્બરે પ્રજાએ તેમનો નેતા ચૂંટવા મતદાન કરવાનું છે. તે પહેલા ગુજરાત ઈલેક્શન વોચ અને એસોસીએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મે ગુજરાતની પેટાચૂંટણીના 81 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું. જેમાં જણાયું કે કુલ 14 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અને તેમાં 7 ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. પક્ષ મુજબ જોઈએ તો ભાજપના 8માંથી 3, કોંગ્રેસના 8માંથી 2, બીટીપીના 2, અને અપક્ષ 53માંથી 8 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગંભીર ગુના વિશે જોઈએ તો ભાજપના 2, બીટીપીના 1 અને અપક્ષ 4 ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે.

 • કુલ ૧૪ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
 • ૭ ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે
 • ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા
 • ભાજપના ૮માંથી ૩
 • કોંગ્રેસના ૮માંથી ૨
 • બીટીપીના ૨
 • અપક્ષ ૫૩માંથી ૮
 • ગંભીર ગુના નોંધાયેલા ઉમેદવારો
 • ભાજપના ૨
 • બીટીપીના ૧
 •  અપક્ષ ૪

ઉમેદવારોની નાણાકીય સ્થિતિ

પેટાચૂંટણીના ઉમેદવારોની નાણાકીય સ્થિતિની વાત કરીએ 80માંથી 20 ઉમેદવારો કરોડપતિ છે. 5 કરોડ કે તેથી વધુ રૂપિયાની મિલકત ધરાવતા હોય તેવા 7 ઉમેદવારો છે. પક્ષ પ્રમાણે જોઈએ તો ભાજપના આઠેય ઉમેદવારો કરોડથી વધુ મિલકત ધરાવે છે. જ્યારે કોંગ્રેસના 8માંથી 6 ઉમેદવારોની મિલકત 1 કરોડથી વધુ છે. જ્યારે કુલ 53 અપક્ષ ઉમેદવારોમાંથી 6 ઉમેદવાર કરોડપતિ છે.

ધારીમાં અપક્ષ ઉમેદવાર પિયુષકુમાર ઠુમર પાસે સૌથી વધુ 14.41 કરોડ રૂપિયાની મિલકત છે. મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ પાસે 10.92 કરોડની મિલકત છે. જ્યારે ગઢડામાં કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી પાસે 8.60 કરોડ રૂપિયાની મિલકત છે. સૌથી ઓછી મિલકત ધરાવતા ત્રણ ઉમેદવારની વાત કરીએ તો ગઢડા બેઠક પરના અપક્ષ ઉમેદવાર ભગીરથ બેરડીયા પાસે 10 હજાર રૂપિયાની જ મિલકત છે. તો ગઢડા બેઠક પર બીજા અપક્ષ ઉમેદવાર દિનેશ પરમાર પાસે પણ 10 હજાર રૂપિયા મિલકત છે. જ્યારે ધારીના પ્રવીણ ગેડિયા 25 હજાર રૂપિયા જેટલી મિલકત છે.

અબડાસા બેઠક પર અપક્ષ ઉમેદવાર હનીફ પડીયારને રૂ.6.40 કરોડનું દેવુ છે. તો ધારી બેઠક પર અપક્ષ ઉમેદવાર પિયુષ ઠુમરને રૂ.2.32 કરોડનું દેવુ છે. તો મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલના માથે રૂ.1.82 કરોડનું દેવુ છે.  

૮૦માંથી ૨૦ ઉમેદવારો કરોડપતિ

 • રૂ.૫ કરોડ કે તેથી વધુ રૂપિયાની મિલકત ધરાવતા હોય તેવા ૭ ઉમેદવારો
 • રૂ.૨ કરોડ થી રૂ.૫ કરોડની મિલકત ધરાવતા ૬ ઉમેદવારો
 • રૂ.૫૦ લાખથી રૂ.૨ કરોડ સુધીની મિલકત ધરાવતા ૧૫ ઉમેદવારો
 • રૂ.૧૦ લાખથી રૂ.૫૦ લાખની મિલકત ધરાવતા ૧૯ ઉમેદવારો
 • રૂ.૧૦ લાખથી ઓછી મિલકત ધરાવતા ૩૩ ઉમેદવારો

કયા પક્ષના ઉમેદવારો કરોડપતિ    

 • ભાજપના આઠેય ઉમેદવારો ૧ કરોડથી વધુ મિલકત ધરાવે છે
 • કોંગ્રેસના ૮માંથી ૬ ઉમેદવારોની મિલકત રૂ.૧ કરોડથી વધુ
 • કુલ ૫૩ અપક્ષ ઉમેદવારોમાંથી ૬ ઉમેદવાર કરોડપતિ
કોરોના

સૌથી વધુ મિલકત ધરાવતા ઉમેદવાર    

 • ધારીમાં અપક્ષ ઉમેદવાર પિયુષકુમાર ઠુમર પાસે સૌથી વધુ રૂ.૧૪.૪૧ કરોડની મિલકત
 • મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ પાસે રૂ.૧૦.૯૨ કરોડની મિલકત
 • ગઢડામાં કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી પાસે રૂ.૮.૬૦ કરોડની મિલકત

સૌથી ઓછી મિલકત ધરાવતા ઉમેદવાર   

 • ગઢડા બેઠક પરના અપક્ષ ઉમેદવાર ભગીરથ બેરડીયા પાસે રૂ.૧૦,૦૦૦ની મિલકત
 • ગઢડા બેઠક પર અપક્ષ ઉમેદવાર દિનેશ પરમાર પાસે રૂ.૧૦,૦૦૦ની મિલકત
 • ધારી બેઠક પર અપક્ષ ઉમેદવાર પ્રવીણ ગેડિયા પાસે ૨૫,૦૦૦ની મિલકત

કયા ઉમેદવારો પર કેટલું દેવું      

 • અબડાસા બેઠક પર અપક્ષ ઉમેદવાર હનીફ પડીયારને રૂ.૬.૪૦ કરોડનું દેવું
 • ધારી બેઠક પર અપક્ષ ઉમેદવાર પિયુષ ઠુમરને રૂ.૨.૩૨ કરોડનું દેવું
 • મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલને રૂ.૧.૮૨ કરોડનું દેવું

ઉમેદવારોનું શિક્ષણ

કુલ 81 ઉમેદવારોમાં માત્ર ત્રણ જ મહિલા ઉમેદવાર છે. અને તે ત્રણેય અપક્ષ ઉમેદવાર છે. ઉમેદવારોનું શિક્ષણ જોઈએ તો 49 ઉમેદવારોની શૈક્ષણિક પાત્રતા ધો.5થી 12 સુધીની છે. જ્યારે 20 ઉમેદવારોનું શિક્ષણ ગ્રેજ્યુએશન સુધીનું છે. 3 ઉમેદવારો ડિપ્લોમા ધરાવે છે. અને 5 ઉમેદવારો માત્ર સાક્ષર છે. અને 3 ઉમેદવારો અભણ છે. રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીમાં જીતવાની શક્યતાનું કારણ દર્શાવ્યું. ADR અને ગુજરાત ઈલેક્શન વોચે માંગણી કરી કે પક્ષો સામે અદાલતના ચુકાદાની અવગણના કરવા બદલ પગલાં લેવા જોઈએ.  

 • કુલ ૮૧ ઉમેદવારોમાં માત્ર ૩ મહિલા ઉમેદવાર, ત્રણેય અપક્ષ ઉમેદવાર
 • ૪૯ ઉમેદવારો ધો.૫થી ૧૨ સુધીનો અભ્યાસ
 • ૨૦ ઉમેદવારોનું શિક્ષણ ગ્રેજ્યુએશન સુધીનું
 • ૩ ઉમેદવારો ડિપ્લોમા ધરાવે છે
 • ૫ ઉમેદવારો માત્ર સાક્ષર અને ૩ ઉમેદવારો અભણ

Read Also

Related posts

રાત્રે સ્વપ્નામાં આવે છે કોરોના ચારે બાજુ દેખાતા રહે છે વાયરસ : ઉંઘ નથી આવતી, પત્ની ફ્રીઝમાં શાકભાજીના ઢગલા કરતી જાય છે

Bansari

ગાંધીનગરમાં શું છુપાવાય છે મોતના આંક ?, ખરેખર 2 દિવસમાં થયા છે 17નાં મોત, સરકારી આંકમાં મૃત્યુઆંક બિગ ઝીરો

pratik shah

રમતો શીખવાડવાને બદલે વ્યાયામ શિક્ષક કરતો હતો સગીરાઓને અડપલાં : આખરે મળી આ સજા, નિતંબ પર ધક્કો મારતો અને એકબીજા પર સૂવડાવતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!