GSTV
Home » News » પ્રિયંકા ગાંધી અને માયાવતીએ એવી Tweet કરી કે સરકારને તાત્કાલિક આ કામ માટે એક્શનમાં આવવું પડ્યું

પ્રિયંકા ગાંધી અને માયાવતીએ એવી Tweet કરી કે સરકારને તાત્કાલિક આ કામ માટે એક્શનમાં આવવું પડ્યું

રાજસ્થાનના અલવરમાં પહેલૂ ખાનની હત્યા મામલે રાજસ્થાનની ગહેલોત સરકારે એસઆઈટી તપાસના આદેશ આપ્યા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને બસપા અધ્યક્ષ માયાવતીએ ટ્વિટ કરી ગહેલોત સરકાર પર સવાલ ઉઠાવ્યા બાદ સરકાર એક્શનમાં આવી છે. એસઆઈટી ૧૫ દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે.

રાજ્યના ક્રાઈમ એડીજી બીએલ સોની અધ્યક્ષતામાં આ તપાસ થવાની છે. એસઆઈટી મુખ્ય રીતે પહેલૂ ખાનની હત્યા અને તપાસમાં આવેલી ખામી અંગે તપાસ કરશે. આ મામલે બસપા અધ્યક્ષ માયાવતીએ ટ્વિટ કરીને ગહેલોતની સરકારને આડે હાથે લીધી હતી. માયાવતીએ કહ્યુ કે, રાજસ્થાન સરકારની ઘોર બેદરકારીના કારણે પહેલૂ ખાનની હત્યાના તમામ છ આરોપીને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. સરકારે પીડિત પરિવારને ન્યાય અપવવામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી.

કોર્ટના ચુકાદા બાદ સીએમ અશોક ગહેલોતે મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં હાઈકોર્ટમાં અપીલ અને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા. મહત્વપૂર્ણ છે કે, કોર્ટે સુનાવણી દરમ્યાન તમામ આરોપીઓને શંકાના આધારે દોષ મુક્ત જાહેર કર્યા હતા. જેનો બસપાએ કર્યો છે.

READ ALSO

Related posts

ભારતમાં એન્ટ્રી ન મળી તો પાકિસ્તાન પહોંચી વિવાદાસ્પદ બ્રિટિશ સાંસદ, કરશે PoKની મુલાકાત

Mansi Patel

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!