GSTV
Home » News » દરરોજ 3 હત્યા, 3 હત્યાના પ્રયાસ અને 18 અાત્મહત્યા : અા છે ગુજરાતની વાસ્તવિકતા

દરરોજ 3 હત્યા, 3 હત્યાના પ્રયાસ અને 18 અાત્મહત્યા : અા છે ગુજરાતની વાસ્તવિકતા

સબસલામતની ગુલબાંગો વચ્ચે રાજ્ય રક્તરંજીત : રોજ ત્રણ વ્યક્તિની હત્યા

સબસલામતની ગુલબાંગો વચ્ચે રાજ્ય રક્તરંજીત થયું છે. ગુજરાત વિધાનસભામાં સરકારે કબૂલાત કરી છે કે રાજ્યમાં દરરોજ અંદાજે 3 હત્યાના બનાવ બને છે તો 3 હત્યાના પ્રયાસ અને 18 આત્મહત્યાનો બનાવો બને છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 2 હજાર 211 ખૂનના બનાવ બન્યા છે.. તો 2 હજાર 215 ખૂનની કોશિષના ગુના નોંધાયા છે જ્યારે કે 12 હજાર 758 લોકોએ આત્મહત્યા કરી છે. હત્યામાં ડાયમંડ સિટી સુરત મોખરે છે. સુરતમાં 267 ખૂન અને 218 જીવલેણ હુમલા થયા હતા. તો અમદાવાદમાં 241 ખૂન અને 295 જીવલેણ હુમલા થયા હોવાની સરકારે કબૂલાત કરી છે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉત્તમ હોવાની બાબતને સરકાર દ્વારા જાહેર કરાયેલા અાંક પોલ ખોલી રહ્યા છે. ગુજરાત પોલીસતંત્ર તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપની નીતિ અપનાવી રહ્યું છે. મલાઇ શા માંથી મળશે અે જ કેસમાં પોલીસ હાથ નાખે છે. લાખો લોકો પોલીસ પ્રત્યે અેક અાશા રાખીને બેઠા હોય છે અામ છતાં પોલીસતંત્ર ચૂપચાપ તમાશો નીહાળે છે. ઉચ્ચ અધિકારીઅોથી લઇને કોન્સ્ટેબલ સુધી ફરિયાદી કોણ અને અારોપી કોણ છે તે જોઇને તપાસની ગતિ અને દીશા અાગળ વધારે છે. કાયદા અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશ અને બિહારના ઉદાહરણ અપાય છે પણ ગુજરાતની સ્થિતિ પણ કાયદો વ્યવસ્થા બાબતે ઉત્તમ નથી અા અાંક સાબિત કરી રહ્યાં છે.

Related posts

તંગધારમાં ઘુસણખોરી કરી રહી હતી પાકિસ્તાન સેના, અને નાશ કર્યા 3 ટેરર કેમ્પ: સેના પ્રમુખ

Mansi Patel

કમલેશ તિવારીનાં મતા બોલી, પોલીસ દબાવમાં CM સાથે મળ્યા, જો ન્યાય નહીં મળેતો ઉઠાવીશું તલવાર

pratik shah

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત : 21 ઓક્ટોબરે મતદાન, 24 ઓક્ટોબરે મતગણતરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!