GSTV

અંગ્રેજી ફિલ્મ જોઈને આ બે યુવકોએ કરી લૂંટ, પોલીસે ગણતરીના દિવસોમાં કર્યા જેલ ભેગા

અમદાવાદના બાપુનગરમાં 16 જાન્યુઆરીની રાત્રીએ બે શખ્સોએ હથિયાર બતાવીને લાખો રૂપિયાની બેગ લૂંટીને ફરાર થયા હતા. તે બંને શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી છત્રપાલસિંહ સોલંકી કચ્છના અંજારનો અને યશપાલસિંહ રાણા ભાવનગરનો રહેવાસી છે. બંને પાસેથી ક્રાઈમબ્રાંચે 2 લાખ 35 હજારની કિંમતની બે પિસ્તોલ, 11 કારતૂસો અને 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ આંગડિયા પેઢીમાં રોકડ રકમના વ્યવહારની એક મહિના સુધી રેકી કરી હતી. અને બેથી ત્રણ કરોડ મળશે તેવા અનુમાન સાથે લૂંટ ચલાવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના આધારે તાપસ શરૂ ચલાવી હતી. એક અંગ્રેજી ફિલ્મ જોઈને આરોપીએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

READ ALSO

Related posts

સફેદ રણના શોખિનો માટે ખુશખબર, આ તારીખથી મહેમાનો માટે ખુલી રહ્યા છે કચ્છના દરવાજા

Bansari

સરકારે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમો બદલ્યા, શિક્ષકોને લાગશે ઝટકો

Bansari

સુરત/ જમીન વિવાદનું ભયનાક સ્વરૂપ આવ્યું સામે, ઉધનામાં સાઢુભાઈએ જ સાઢુભાઈની કરી કરપીણ હત્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!