GSTV
Home » News » ઉદ્યોગપતિના પુત્રને મારવાની ધમકી આપનાર શિક્ષિત યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

ઉદ્યોગપતિના પુત્રને મારવાની ધમકી આપનાર શિક્ષિત યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

વડોદરાના ઉદ્યોગપતિના પુત્રને મારી નાખવાની ધમકી આપી ખંડણી રૂપે લોન માંગનાર શિક્ષિત યુવક દિપ પટેલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી યુવક ખુદ સગા માસીનો છોકરો હોવાનું બહાર આવ્યું છે. આરોપી દિપ પટેલે એન્જીનીયરિંગનો અભ્યાસ કરેલો હોવાનું પોલીસે જણાવ્યું છે.

આરોપીએ ઉદ્યોગપતિના ઘરના દરવાજા પર એક પત્ર છોડીને પુત્રને મારી નાખવાની ધમકી આપતા જણાવ્યું હતું કે જો પત્રમાં આપેલા નકશાના સ્થળે ૨૫ લાખ મુકવામાં આવે.આ સાથે આરોપીએ લખ્યું હતું કે જો સારા દિવસો આવશે તો એક ટકા વ્યાજ સાથે ૪૦ લાખ પરત કરી દેવામાં આવશે. જેને લઈને ઉદ્યોગપતિએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. જેમાં દીપ પટેલ પર શંકા જતા પોલીસે કડક પૂછપરછ હાથ ધરી હતી.જેમાં તેણે ગુનો કબુલી લીધો હતો.

READ ALSO

Related posts

ઉઘાડી લૂંટ : અહીં લાઈસન્સ કાઢવાના પચ્ચીસોથી ત્રણ હજાર રૂપિયા

Mayur

Mob Lynchingને લઈને શશિ થરૂરે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

Mansi Patel

નોટબંધી કરતાં પણ લાંબી લાઈનો RTOમાં, લાઈન પાછળ ઉભતા પણ લોકો બે વાર વિચારે છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!