વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ 25 વર્ષની ઉંમરે ટેનિસ રમતને અલવિદા કહી દીધું છે. તેમના આ નિર્ણયથી રમતપ્રેમીઓ નિરાશ થયા હતા. બાર્ટીએ ટેનિસમાંથી બ્રેક લીધો અને લગભગ 7 વર્ષ પહેલા ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. જો કે, તેમણે ફરીથી ટેનિસમાં વાપસી કરી અને ઈતિહાસ રચ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં રહેતી ત્રણ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન એશ્લે બાર્ટીએ બુધવારે અચાનક જ પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બાર્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ શેર કરીને ફેન્સને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે એ પણ જણાવ્યું હતુ કે, તે 24 માર્ચે પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર જાહેરાત કરશે.
જુનિયર વિમ્બલ્ડન ચેમ્પિયન એશ્લે બાર્ટીએ જાહેરાત કરી હતી કે, તે 2014 યુએસ ઓપન પછી પ્રોફેશનલ ટેનિસમાંથી બ્રેક લઈ રહી છે. તેમણે 2015ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમને મળ્યા બાદ પ્રોફેશનલ ક્રિકેટ રમવાનું નક્કી કર્યું હતું. બાર્ટી મહિલા બિગ બેશ લીગની પ્રથમ સીઝનમાં અને બ્રિસ્બેન હીટ ટીમ તરફથી રમી હતી. જોકે તે 9 મેચમાં કંઈ ખાસ કરી શકી ન હતી અને 27 બોલમાં 39 રન તેનો સૌથી મોટો સ્કોર હતો. આ પછી તેમણે ટેનિસમાં વાપસી કરવાનું મન બનાવી લીધું હતું. તે સમયે તેનું પુનરાગમન શાનદાર રહ્યું હતુ.
બાર્ટી ક્રિકેટમાં શ્રેષ્ઠતા દર્શાવી શકી ન હતી. ત્યારબાદ તેમણે ટેનિસમાં પાછા ફરવાનું મન બનાવી લીધું હતું. તે 2017માં ટેનિસમાં પાછી ફરી હતી. 2 વર્ષ પછી એટલે કે 2019માં તેમને પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું. તેમણે ફ્રેન્ચ ઓપનની મહિલા સિંગલ્સમાં ટાઈટલ જીત્યા બાદ 2021માં વિમ્બલ્ડન અને તે જ વર્ષેમાં એટલે કે 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બની હતી. તેમણે ઓલિમ્પિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનની સિંગલ્સની ફાઇનલમાં પહોંચનારી બાર્ટી 1980માં વેન્ડી ટર્નબુલ બાદ પ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા બની હતી અને 1978માં ક્રિસ ઓ’નીલ બાદ પ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા ચેમ્પિયન બની હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સુરત/ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, સગા દિયરે ભાભીનો બીભત્સ વીડિયો તેના ભાઈને મોકલી કર્યો વાયરલ
- અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી
- આ ગામના બધા ઘરના દરવાજા લીલા છે, દરેકને આ વિચિત્ર નિયમનું પાલન કરવું પડે છે, પરિવર્તનને સ્વીકારતા નથી અહીંના લોકો
- અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની ગોળી મારી હત્યા, હત્યારાએ હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા
- તેલંગાણા / રેવંત રેડ્ડીએ સીએમ તરીકે શપથ લીધાના થોડા કલાકોમાં જ ચૂંટણી વચન કર્યું પૂર્ણ