GSTV

આ પાંચ ક્રિકેટરોએ કારકિર્દીમાં ધરપકડનો કરવો પડ્યો છે સામનો, આ ખેલાડીએ તો પાર કરી હતી તમામ હદો

ભારતીય ક્રિકેટર

બોલિવૂડમાં સંજય દત્ત અને સલમાન ખાન સિવાય પણ એવા સ્ટાર છે જેઓ જેલમાં જઈ ચૂક્યા છે તેની વાત આપણે અગાઉ આ સાઇટ પર કરી ચૂક્યા છીએ. હવે એવા ક્રિકેટરની વાત કરવી છે જે કોઈને કોઈ કારણસર પોલીસના હાથે ઝડપાયા છે અને તેમાંના કેટલાકની કારકિર્દી રોળાઈ ગઈ છે. વિશ્વભરના ક્રિકેટર સાથે કોઈને કોઈ કહાની સંકળાયેલી હોય છે જરૂરી નથી કે તે પોઝિટિવ જ હોય ક્યારેક તેઓ અન્ય કારણોસર પણ વિવાદમાં સપડાયા હોય છે. એવા પાંચ ક્રિકેટર છે જેમની કારકિર્દી પર કાળો ડાઘ લાગી ગયો હતો. પાકિસ્તાનના ચાર ક્રિકેટરને એક જ આરોપસર જેલમાં જવું પડ્યું હતું. આમ આ પાંચ ક્રિકેટરમાં પાકિસ્તાનના એકને ગણી શકાય.

મખાયા એન્ટિની:

1998માં સાઉથ આફ્રિકાના સૌપ્રથમ અશ્વેત ખેલાડી એન્ટિની પર ઇસ્ટ લંડનમાં બળાત્કારનો આરોપ લાગ્યો હતો. તેને થોડા દિવસ માટે જેલમાં જવું પડ્યું પરંતુ રાહત એ વાતની હતી કે તેની સામેના આરોપો પુરવાર થઈ શક્યા ન હતા. તેને છોડી મુકવામાં આવતા સાઉથ આફ્રિકામાં ભારે ઉજવણી થઈ હતી.

વિનોદ કાંબલી:

2015માં સચિનના આ ખાસ મિત્ર વિનોદ કાંબલી અને તેની પત્ની બંનેની ધરપકડ થઈ હતી. બંને સામે આરોપ હતો કે તેમણે પોતાની નોકરાણીએ પગાર માગતા તેની ધોલાઈ કરી હતી. નોકરાણીએ ફરિયાદ કરી હતી કે તેને માર મારવા ઉપરાંત રૂમમાં પૂરી દેવાઈ હતી અને ફરી ક્યારેય કામ કરવા નહીં આવવાની ધમકી અપાઈ હતી.કાંબલીએ પોતાની ઉપરના આરોપોને નકારી કાઢ્યા હતા.

દિગ્ગજ વસિમ અકરમ:

વેસ્ટ ઇન્ડિઝના એક પ્રવાસ દરમિયાન પાકિસ્તાનની ટીમના વસિમ અકરમ, વકાર યુનુસ આકીબ જાવેદ અને મુસ્તાક અહેમદ સામે ગેરકાનૂની ડ્રગ્સનુ સેવન કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. એમ મનાતું હતું કે એ ડ્રગ્સ મેરિજુઆના પદાર્થ હતો. જોકે તેમને જામીન મળી ગયા હતા. પોલીસે કહ્યું કે તેમની પાસેથી ડ્રગ્સ મળ્યા નથી પણ તેમની નજીકમાં ડ્રગ્સ હતા.

નવજોતસિંઘ સિદ્ધુ:

1998માં પંજાબમાં એક કિસ્સો બન્યો હતો. એ વખતે સિદ્ધુ યુવાન હતો. કાર અકસ્માતના કિસ્સામાં તેમણે એક વૃદ્ધની ધોલાઈ કરી નાખી હતી. આ ઘટના બાદ એ વૃદ્ધ રૂપિન્દરસિંઘ સંધુનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું. સિદ્ધુની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. તેણે કેટલાક દિવસ જેલમાં વીતાવવા પડ્યા હતા.

બાંગ્લાદેશના શહાદત હુસૈને તો હદ પાર કરી નાખી:

બાંગ્લાદેશના શહાદત હુસૈન પર આરોપ હતો કે તેણે 11 વર્ષની નોકરાણી સાથે મારપીટ કરી હતી. ઘણા દિવસ સુધી શહાદત હુસૈન લાપત્તા રહ્યો હતો. આખરે તે કોર્ટ સમક્ષ હાજર થઈ ગયો. પોલીસે તેની ધરપકડ કરી. શહાદત બાંગ્લાદેશ માટે 36 ટેસ્ટ અને 51 વન-ડે રમી ચૂક્યો છે.

Read Also

Related posts

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva

એપ્પલ ઈન્ડિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે અધધ… 53 લાખ રૂપિયા, જાણો આ પૈસાથી તમે કરી શકો છો આ મોટા કામ

Mansi Patel

Bigg Boss 14 : આખરે આતુરતાનો આવ્યો અંત, સલમાન ખાને જણાવ્યું કોણ છે શૉનો પહેલો કન્ટેસ્ટન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!