GSTV
Cricket Photos Sports Trending

વન ડે ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી ચુક્યા છે આ 5 વિસ્ફોટક ખેલાડી, લિસ્ટમાં માત્ર એક ભારતીય સામેલ

સદી

Century On Odi Debut: ઇન્ટરનેશનલ ડેબ્યૂની ક્ષણ દરેક ખેલાડી માટે સૌથી ખાસ હોય છે. બેટ્સમેન હંમેશા પોતાની પહેલી જ મેચમાં સદી ફટકારવાનું સપનું લઈને મેદાન પર ઉતરે છે. આજે અમે તમને એવા 5 બેટ્સમેન વિશે જણાવીશું જેમણે પોતાની ODI ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી હતી. આ લિસ્ટમાં માત્ર 1 ભારતીય બેટ્સમેનનો સમાવેશ થાય છે.

ફિલિપ હ્યુજીસ

સદી

ફિલિપ હ્યુજીસ ઓસ્ટ્રેલિયન ખેલાડી હતા. ફિલિપ હ્યુજીસે તેની ડેબ્યૂ મેચ 11 જાન્યુઆરી 2013ના રોજ શ્રીલંકા સામે રમી હતી. આ મેચમાં હ્યુજીસે 129 બોલમાં 112 રન બનાવ્યા હતા. 25 વર્ષીય ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસનું બોલ વાગવાથી મોત થયું હતું.

ડેસમંડ હેન્સ

ડેસમંડ હેન્સ વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે ડેબ્યૂ ODI મેચમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન હતો. ડેસમન્ડ હેન્સે 22 ફેબ્રુઆરી 1978ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે 136 બોલમાં 148 રનની ઇનિંગ રમી હતી.

માર્ટિન ગુપ્ટિલ

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલને બેસ્ટ બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. માર્ટિન ગુપ્ટિલે 10 જાન્યુઆરી, 2009ના રોજ તેની ODI ડેબ્યૂ કરી હતી. આ મેચમાં ગુપ્ટિલે 135 બોલમાં 122 રનની ઇનિંગ રમી હતી.

કેએલ રાહુલ

કેએલ રાહુલ ભારત માટે વનડે ડેબ્યૂમાં સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. તેણે 11 જૂન, 2016ના રોજ ઝિમ્બાબ્વે સામે તેની ODI ડેબ્યૂ મેચ રમી હતી. રાહુલે હરારે સ્ટેડિયમમાં અણનમ 100 રનની ઇનિંગ રમી હતી.

કોલિન ઇન્ગ્રામ

દક્ષિણ આફ્રિકાના કોલિન ઇન્ગ્રામે પણ ડેબ્યૂ વનડે મેચમાં સદી ફટકારી છે. ઇન્ગ્રામે 15 ઓક્ટોબર 2010ના રોજ ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ વનડે મેચ રમી હતી. કોલિને આ મેચમાં 126 બોલમાં 124 રન બનાવ્યા હતા.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV