GSTV

કોરોનાને કારણે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ફરીથી મુશ્કેલીમાં, ખેલાડીઓના પગારમાં મુકશે આટલા સમયનો કાપ

 ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તેના કર્મચારીઓના પગારમાં ફરી એક વાર 15 ટકાના કાપ માટે તૈયાર થઈ ગયું છે કેમ  કે કોરોના વાયરસની મહામારીને કારણે તેની તિજોરીને મોટું નુકસાન થયું છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) જાહેર કર્યું છે કે તેના કરારબદ્ધ ખેલાડીઓને  રિટેઇનર, મેચ ફી અને વિજય માટે મળતા બોનસમાં હજી એક વર્ષ સુધી કપાત સાથેનો પગાર મળશે.

ટીમના ખેલાડીઓ કપાત સાથેના પગાર માટે મંજૂર

દરમિયાન સ્ટુઅર્ટ બ્રોડ અને ક્રિસ વોક્સ જેવા ખેલાડીઓએ તાજેતરમાં જ જાહેર કર્યું હતું કે ટીમના ખેલાડીઓ કપાત સાથેના પગાર માટે મંજૂર છે અને તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

કોરોનાની મહામારી  બાદ ઇસીબી આર્થિક સંકટમાં આવી ગયું

કોરોનાની મહામારી  બાદ ઇસીબી આર્થિક સંકટમાં આવી ગયું છે.  તેણે અગાઉ પણ પગારમાં કાપ મૂક્યો હતો. ઇસીબીએ જાહેર કર્યું હતું કે બોર્ડના બેલેન્સમાં ઘણો મોટો ઘટાડો થયો છે અને તે જોતાં પગારમાં કાપ મૂકવામાં આવ્યો છે જેનો અમલ પહેલી ઓક્ટોબરની અસરથી કરવામાં આવશે. ઇંગ્લેન્ડે તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન, આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે સિરીઝ યોજી હતી પરંતુ તમામ મેચ પ્રેક્ષકો વિના જ રમાઈ હતી.

READ ALSO

Related posts

કોરોનાએ રંગમાં ભંગ પાડ્યો: લગ્નના દિવસે જ રીપોર્ટ આવ્યો પોઝિટિવ, વિદાઈની જગ્યાએ ક્વોરન્ટીન થઈ દુલ્હન

Ankita Trada

કોંગ્રેસ પાર્ટીએ નવા કોષાધ્યક્ષની વરણી કરી, અહમદ પટેલની જગ્યા લેશે આ નેતા

Pravin Makwana

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!