GSTV
Home » News » રેલ દુર્ઘટના પર સહેવાગનું ટિ્વટ, કહ્યુ- ટ્રેક પર ચાલવા માટે સ્ટ્રગલ કરી રહી છે ટ્રેનો

રેલ દુર્ઘટના પર સહેવાગનું ટિ્વટ, કહ્યુ- ટ્રેક પર ચાલવા માટે સ્ટ્રગલ કરી રહી છે ટ્રેનો

સોશ્યલ મીડિયાની મદદથી વિભિન્ન મુદ્દાઓ પર પોતાના અભિપ્રાય રાખવા માટે પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે વધી રહેલી રેલ દુર્ધટનાઓ પર ચિંતા વ્યકત કરી હતી. તાજેતરમાં એક પછી એક યૂપીમાં થયેલી 2 રેલ દુર્ઘટનાઓ બાદ વિરેન્દ્ર સહેવાગે એક ટ્વીટ કર્યુ હતુ.

સોશ્યલ મીડિયા પર પોતાના મજાકિયા અંદાજને કારણે ઓળખતા વીરુ એક વખત ફરી ચિંતા કરતા ટ્વીટ કરતા લખ્યુ કે, ”સમય પર રહેવું પહેલાથી મુશ્કેલ હતુ, હવે તો ટ્રેનોને પણ ટ્રેક પર ચાલવા માટે સંઘર્ષ કરવો પડે છે. આશા રાખું છું કે માનવ જીવનને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.”

તમને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશના ઔરેયા જિલ્લામાં કૈફિયત એક્સપ્રેસ એક ડમ્પર સાથે અથડાતા ચાલતી ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ. આ દુર્ધટનામાં 100થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનના ડબ્બા ખાસ જર્મની ટેક્નિક પર આધારિત હતો, જેના કારણે ચાલતી ટ્રેનના ડબ્બા અથડાતા પણ એક-બીજા ઉપર ન ચડ્યા, નહી તો આ ઘટનામાં જાનમાનનું મોટું નુકસાન થઇ શક્તુ હતુ.

તમને જણાવી દઇએ કે 4 દિવસ પહેલા ઉત્તર પ્રદેશમા મુઝફ્ફરનગરના ખતૌલીમાં ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનાનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં 24 લોકોના મોત થયા હતા. જ્યારે 150થી વધુ ઘાયલ થયા હતા.

Related posts

વર્લ્ડ કપમાં આ ટીમ બનાવશે 500 રન, કોહલીએ ઈન્ડિયાની જગ્યાએ આ ટીમનુ નામ લીધુ

Arohi

એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે આ દેશ છે નંબર-1, શું આ વખતે તૂટશે રેકોર્ડ!

Bansari

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર વિકેટકીપરોમાં, નંબર વન પર છે ભારતનો આ વિકેટકીપર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!