GSTV
Home » News » સેફ ટૂ-વ્હીલર રાઇડિંગ પર આ રીતે લોકોમાં જાગરૂકતા ફેલાવી રહ્યો છે વીરુ

સેફ ટૂ-વ્હીલર રાઇડિંગ પર આ રીતે લોકોમાં જાગરૂકતા ફેલાવી રહ્યો છે વીરુ

દેશમાં સેફ ટૂ-વ્હીલર રાઇડિંગને લઇને તમે ઘણા કેમ્પેઇન જોયા હશે, પરંતુ સેફ રાઇડિંગની જાગરૂકતા માટે ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે જેવો અંદાજ તમે ભાગ્યે જ જોયો હશે. સેહવાગે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર પર એક ફોટો શૅર કર્યો છે. વીરુએ પોતાના ફની અંદાજથી લોકોમાં જાગરૂકતા ફેલાવી છે. સેહવાગે પોતાના આ ટ્વીટમાં બાઇકની એક ફોટો શૅર કરી છે, જેમાં 3 લોકો સવારી કરી રહ્યા છે. અને ત્રણેય લોકો હેલ્મેટ વગર ટૂ-વ્હીલર પર સફર કરી રહ્યા છે.

સેહવાગે આ ટ્વીટ પર લોકોને ટ્રિપલ રાઇડિંગનો વિરોધ કરવાની સાથે સાથે હેલ્મેટ પહેરવાની સલાહ પણ આપી છે. આ સાથે જ ‘બેટી બચાવો’ ની પણ વાત કહી છે. આ ટ્વીટમાં વીરુએ માસ્ટર સ્ટ્રોક રમતા 3-3 મેસેજ આપી દીધા છે.

તમને જણાવી દઇએ કે, દેશના વાહનવ્યવહારના નિયમો અનુસાર, 2 વ્હીલર પર માત્ર 2 લોકો સવારી કરવાની અનુમતિ છે, તે પણ હેલ્મેટ પહેરીને.. પરંતુ સેહવાગે આ ફોટો શૅર કરી જેમાં 3 લોકો સવાર છે અને કોઇ પણ હેલ્મેટ પહેરી નથી, જે આ નિયમોનો ઉલ્લંઘન છે. આ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિને પણ પોતાની ગાડી રોકીને હેલ્મેટ પહેરીને ટૂ-વ્હીલર ચલાવવાની સલાહ આપી હતી.

Related posts

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah

World Cup : નંબર-4 પર ભારતીય ટીમના 6 બેટ્સમેન રમ્યા, પરંતુ એકપણ સદી તો ન જ ફટકારી શક્યા

Bansari

ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ આ ક્ષેત્રે કરિયર બનાવી શકે છે ધોની, વિડીયો શેર કરી આપ્યા સંકેત

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!