કોહલીને મળશે દેશનું સૌથી મોટુ સન્માન, મીરાબાઈ ચાનુનું પણ નસીબ ખૂલી ગયું

ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને વર્લ્ડ ચેમ્પિયન વેઇટલિફ્ટર મીરાંબાઈ ચાનુના નામ સોમવારે દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ માટે સંયુક્ત રીતે સૂચવવામાં આવ્યા છે. અર્જુંન અેવોર્ડ સમિતિઅે અા નામોને સિલેક્ટ કર્યા છે. કોહલીનો હાલમાં ક્રિકેટ વિશ્વમાં દબદબો છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હોવાની સાથે તે વિશ્વનો સર્વોત્તમ ક્રિકેટ ખેલાડી હાલના સમયનો છે. ક્રિકેટમાં હાલમાં તે હકદાર પણ છે.

કોહલીનું નામ બીજા પ્રયત્ને ફાયનલ થયું

– એવોર્ડ સિલેક્શન કમિટીના સૂત્રોએ જણાવ્યું કે, 29 વર્ષીય ક્રિકેટર વિરાટ કોહલીનું નામ 2016માં પણ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે સૂચવવામાં આવ્યું હતું, પરંતુ સિલેક્શન કમિટીએ તેમની પસંદગી કરી ન હતી. કોહલીનું નામ આ વર્ષે ફરી એકવાર સૂચવવામાં આવ્યું છે. અા વર્ષે કોહલીના નસીબે સાથ અાપ્યો છે.

– કોહલી અત્યારે બેટ્સમેન માટેના ICC ટેસ્ટ રેન્કિંગને લીડ કરી રહ્યો છે અને અત્યારે એકદમ ફોર્મમાં છે. જો રમત-ગમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ કોહલીના નામ પર મહોર મારશે તો ખેલરત્ન એવોર્ડ મેળવનારો કોહલી ત્રીજો ક્રિકેટર હશે.  આ પહેલા ક્રિકેટ લેજેન્ડ સચિનને 1997માં અને બે વર્લ્ડકપ જીતનાર કેપ્ટન-કિપર ધોનીને 2007માં ખેલરત્ન એવોર્ડ મળી ચૂક્યો છે. અા દેશનું સૌથી સર્વોચ્ચ સન્માન છે. કોહલી માટે અા અતિ ગૌરવની બાબત છે.

મીરાંબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો હતો ગોલ્ડ

ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવા માટે મીરાંબાઈ ચાનુનું નામ ખેલરત્ન એવોર્ડ માટે સૂચવવામાં આવ્યું છે. તેણે આ વર્ષે પણ કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ તેને ઇજા થઇ હોવાને કારણે તે એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકી ન હતી.  કમિટીના સૂત્રોએ જણાવ્યું કે શટલર કિદમ્બી શ્રીકાંતના નામ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter